બારબેકયુ (Barbeque Recipe In Gujarati)

બારબેકયુ (Barbeque Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેપ્સિમ, ડુંગળી, બ્રોકોલી અને મકાઇ ને મોટા ટુકડાં માં કાપી લેવા અને પનીર ને ચોરસ ટુકડા માં કાપવું
- 2
હવે ૭૦૦ ગ્રામ દહીં ને એક કૉટન ના કપડા માં લઇ પાણી બધું નિતારી લેવું. હવે તેમાં બધા મસાલા ઉમેરો.
- 3
આદુ લસણ ની પેસ્ટ, લાલ મરચું, કાશ્મીરી મરચું, આમચૂર પાઉડર, હળદર, ગરમ મસાલો, જીરા નો પાઉડર, મીઠું, ધાણા જીરું ઉમેરી બરાબર મિક્સ કરવું.
- 4
હવે તેમાં બધા શાકભાજી ઉમેરવા અને પનીર ઉમેરી હાથ થી બરાબર મિક્સ કરવું.
- 5
૧ કલાક સુધી આ રેહવા દેવું.
- 6
હવે ચટણી માટે, ૨૦૦ ગ્રામ ફૂદીનો, ૫૦ ગ્રામ ધાણા, ૨ મરચાં, ૧ નાનો ટુકડો આદુ, ૫ લસણ, ૧ ચમચી જીરું, મીઠું સ્વાદ અનુસાર, 1/2 લીંબુ બધું મિક્સ કરી મિક્ષર માં ક્રશ કરવું.
- 7
૧૦૦ ગ્રામ દહીં માં આ ચટણી ને મિક્સ કરી હલાવી લેવું.
- 8
શાકભાજી ના મિશ્રણ માં ૧ ચમચી તેલ ઉમેરી મિક્સ કરો. હવે બારબેકયુ સ્ટીક માં શાકભાજી તથા પનીર એક પછી એક નાખી રેડી કરો (પનીર ને ૨ શાકભાજી વચ્ચે રાખવું)
- 9
આ સ્ટીક ને ચૂલા માં અથવા ગેસ પર સારી રીતે શેકી લેવું અને કાંટા ચમચી થી કાઢી લેવું.
- 10
આને ચટણી સાથે સર્વ કરવું.
Similar Recipes
More Recipes







ટિપ્પણીઓ (4)