ફરાળી દહીંવડા (Farali Dahivada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તો મોરયો ધોઈને અને બે નંગ બટાકા ને છોલીને કટ કરી બંનેને એક સાથે બાફી લો. થોડું મીઠું પણ ઉમેરવું.
- 2
પછી એક બાઉલ માં કાઢીને ઠંડુ કરો પછી તેમાં બધા મસાલા એડ કરો. લીલા આદુ અને મરચાની પેસ્ટ જીરું, મરી,કાજુ અને દ્રાક્ષ બધુંજ બરાબર મિક્સ કરી લો.
- 3
હવે તેના નાના ગોળા વાળી લો. હવે થોડી ફાસ્ટ ફેલમ પર તળી લો. વડા નો માવો બાફેલો છે તેથી તેને ઉપર થોડો ગોલ્ડન કલર આવે એટલું જ તડવુ.
- 4
વડા રેડી થઈ ગયા પછી 10 મીનીટ ઠંડા થવા દો. ત્યા સુધી દહીં માં ખાંડ અને મીઠું ઉમેરી મીકક્ષ કરી લો.
- 5
હવે સર્વ કરતી વખતે વડા ને 2 મીનીટ પાણીમાં પલાળી થોડુ ડબાવીને પાણી નીતારી વડા પ્લેટમાં મુકો.
- 6
વડા ઉપર દહીં થી કોટ કરો. હવે તેના પર લીલી ચટણી, મીઠી ચટણી, લાલ મરચું, ચાટ મસાલો, જીરું, લીલા ધાણા અને દાડમના દાણા થી ગાૅનીશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15401651











ટિપ્પણીઓ (6)