લીટી ચોખા (Litti Chokha recipe in Gujarati)

લિટ્ટી, ચોખા સાથે, એક સંપૂર્ણ ભોજન છે જે ભારતીય બિહાર રાજ્યમાંથી ઉદ્ભવેલ ડીશ છે.
લિટ્ટી અને ચોખા માત્ર રાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત નથી પણ તે મોરેશિયસ, ફિજી, સુરીનામ, યુકે વગેરે જેવા વિદેશી દેશોમાં પણ ખાવામાં આવે છે, જ્યાં બિહાર, ઝારખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશના લોકો સ્થળાંતર કરે છે. તેઓ તેમની ભોજન તેમની સાથે લઈ ગયા અને ત્યાં તે લોકપ્રિય બન્યું. આ કારણે, લિટ્ટી અને ચોખા માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય ઘણા દેશોમાં પણ પ્રખ્યાત છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં લોટ લો. તેમાં તેલ, મીઠું, અજમો નાખી જરૂર પ્રમાણે પાણી રેડી ભાખરી જેવો લોટ બાંધો. અને થોડી વાર માટે રેસ્ટ આપો.
- 2
ચોખા બનાવવા માટે
ટામેટા, કેપ્સિકમ અને મરચું ને તેલ થી ગ્રીસ કરી ગેસ પર શેકી લો. તેલ લાગવાથી તેની છાલ સહેલાઈથી નીકળી જશે.હવે હેન્ડ ચોપર ની મદદ થી ટામેટા, મરચું, કેપ્સિકમ અને બટાકા ને ચોપ કરી લો. અને એક બાઉલ માં લઇ લો. હવે તેમાં બધા મસાલા અને સમારેલી કોથમીર ઉમેરી દો.
- 3
લીટી ના સ્ટફિંગ માટે
સત્તુ પાઉડર માં બધા મસાલા અને કોથમીર ઉમેરી સ્ટફિંગ રેડી કરો.
- 4
લીટી બનાવવા માટે
બાંધેલા લોટ ના નાના લુવા કરી વાટકી જેવો શેપ આપો અને અંદર સ્ટફિંગ મુકો. હવે કચોરી ની જેમ બંધ કરી ને બાટી જેવો શેપ આપી દો. આ રીતે બધી જ લીટી રેડી કરો.
- 5
હવે અપ્પે પેન ને ગરમ કરો અને તેમાં તેલ ગ્રીસ કરી લીટી મુકો. અને લીટી ને ઉપર થી પણ ગ્રીસ કરી દો. થોડી થોડી વાર પર ફેરવતા રહો. આ રીતે લીટી ને શેકી દો.
- 6
તૈયાર છે બિહારી ડીશ લીટી ચોખા. ગરમ ગરમ જ સર્વ કરો.
Similar Recipes
More Recipes
- સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
- પનીર પસંદા (Paneer Pasanda recipe in Gujarati) (Jain)
- જૈન મિસળ પાઉં (Jain Misal Pav Recipe In Gujarati)
- કોથંબીર વડી વફલ (Kothambir Vadi Waffle Recipe In Gujarati)
- સોજી ના શીરો સત્ય નારાયણ ના પ્રસાદ (Sooji Sheera Satyanarayan Prasad Recipe In Gujarati)

ટિપ્પણીઓ (5)