રાયતા મરચાં (Green Chilli Pickle Recipe in Gujarati) (Instant)

Disha Prashant Chavda @Disha_11
શિયાળામાં ગુજરાતીઓના ઘરમાં રાયતા મરચા ન બને તેવું શક્ય નથી. ઠંડીની સીઝન દરમિયાન તાજા મરચા ખાવાની મજા જ કંઈક અલગ છે.
રાયતા મરચાં (Green Chilli Pickle Recipe in Gujarati) (Instant)
શિયાળામાં ગુજરાતીઓના ઘરમાં રાયતા મરચા ન બને તેવું શક્ય નથી. ઠંડીની સીઝન દરમિયાન તાજા મરચા ખાવાની મજા જ કંઈક અલગ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મરચાં ને પાણી થી ધોઈ ને કપડા થી લૂછી ને કોરા કરી લો. બિલકુલ કોરા કરવા. મરચાં નાં કાપા કરી લો
- 2
એક વાસણ માં રાઈ ના કુરિયા,મીઠું, હળદર એડ કરીને બરાબર હલાવી લો. પછી તેમાં લીંબુ નો રસ અને તેલ એડ કરીને ફરી હલાવી લેવું.
- 3
હવે તેમાં લીલા મરચાં એડ કરીને બરાબર હલાવી લો. તેની પર ઢાંકણ ઢાંકી ને 12 થી 13 કલાક સુધી રહેવા દેવું. વચ્ચે ત્રણ ચાર વાર હલાવી લેવું.
- 4
લીલાં મરચાં ના અથાણાં ને કાચ ની બરણી માં ભરી લો. બે થી ત્રણ મહિના સુધી ફ્રીઝ માં સ્ટોર કરી શકાય છે.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15944895

ટિપ્પણીઓ (10)