ફરાળી ફ્રુટ કસ્ટર્ડ (Farali Fruit Custard Recipe In Gujarati)

Isha panera @IshakaZaika
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દુધ ને ઉકળવા મુકો.થોડું દૂધ ગરમ થાય એટલે તેમાંથી 2 ચમચી દૂધ કાઢી અલગ બાઉલમાં કાઢી લો.તેમાં આરાલોટ એડ વિહસ્ક કરી એક સ્લરી જેવું બનાવો.
- 2
હવે દુધમાં એક ઉભરો આવે એટલે ખાંડ અને કેસર એડ કરો ખાંડ ઓગળે એટલે તૈયાર કરેલી સલરી ઉમેરી સતત હલાવતાં રહો એટલે ગાંઠા ના પડે.
- 3
3-4 મિનિટમાં જ દુધ એકદમ ઘાટું થઈ જશે.પછી ફ્રેશ ક્રીમ,કાજુ બદામ ની કતરણ એડ કરી 1 મિનીટ ઉકાળો.સતત હલાવતા રહો.ગેસ બંધ કરી ઇલાયચી પાઉડર અને વેનીલા એસેન્સ એડ કરી કસ્ટર્ડ ને એક પરાત માં કાઢી ઠંડુ કરો.
- 4
સતત હલાવી ને ઠંડુ કરો જેથી તર ના વળે.રૂમ ટેમ્પરેચર પર આવે એટલે બધાં ફ્રુટ્સ ને બારીક સમારી એડ કરો અને ફ્રીઝમાં 2 કલાક ઠંડુ કરી સર્વ કરો.છેલ્લે ચેરી અને પિસ્તાની કતરણ થી ગાર્નિશ કરી ઠંડુ ઠંડુ સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16137125












ટિપ્પણીઓ (2)