બેડમી પૂરી વીથ આલુ ભાજી (Bedmi Poori Aloo Bhaji Recipe In Gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking

બેડમી પૂરી એ દીલ્હીઅને ઉત્તર પ્રદેશનું street food છે . જે સવારના બ્રેકફાસ્ટમાં લેવામાં આવે છે . તે મુખ્યત્વે અડદની દાળમાંથી બનાવવામાં આવે છે અને તેને બટાકાના રસાવાળા શાક જોડે સર્વ કરવામાં આવે છે જે તીખું અને ચટાકેદાર હોય છે
#SF
#cookpadindia
#cookpadgujarati

બેડમી પૂરી વીથ આલુ ભાજી (Bedmi Poori Aloo Bhaji Recipe In Gujarati)

બેડમી પૂરી એ દીલ્હીઅને ઉત્તર પ્રદેશનું street food છે . જે સવારના બ્રેકફાસ્ટમાં લેવામાં આવે છે . તે મુખ્યત્વે અડદની દાળમાંથી બનાવવામાં આવે છે અને તેને બટાકાના રસાવાળા શાક જોડે સર્વ કરવામાં આવે છે જે તીખું અને ચટાકેદાર હોય છે
#SF
#cookpadindia
#cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ નંગ
  1. કણક બાંધવા માટે
  2. ૧ કપઘઉંનો લોટ
  3. ૧ કપરવો
  4. ૧/૨ કપમેંદો
  5. ૧/૨ ચમચીઅજમો
  6. ૧/૨ ચમચીકસુરી મેથી
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૫ ચમચીતેલ
  9. પાણી જરૂર મુજબ
  10. સ્ટફિંગ બનાવવા માટે
  11. ૪ ચમચીતેલ
  12. ૧/૪ ચમચીહળદર
  13. ૩/૪ ચમચી લાલ મરચું
  14. ૧ ચમચીધાણાજીરૂ
  15. ૧/૨ ચમચીમરી પાઉડર
  16. ૧/૨ ચમચીહિંગ
  17. ૩/૪ કપ અડદની દાળ
  18. ૧/૨ ચમચીઆમચૂર પાઉડર
  19. મીઠું સ્વાદાનુસાર
  20. ૧/૪ કપપાણી
  21. આલુ સબ્જી બનાવવા માટે
  22. ૪ ચમચીતેલ
  23. ૧/૨ ચમચીજીરૂ
  24. ૩ નંગલવિંગ
  25. ૧ નંગતમાલપત્ર
  26. ૧/૪ ચમચીહિંગ
  27. ૩-૪ નંગ સમારેલાં લીલા મરચાં
  28. ૧/૨ઈચ આદુનો ટુકડો
  29. ૧/૪ ચમચીહળદર
  30. ૩/૪ ચમચી લાલ મરચુ
  31. ૧ ચમચીધાણાજીરૂ
  32. ૧ ચમચીચણાનો શેકેલો લોટ
  33. ૩ નંગટામેટા ની પ્યુરી
  34. ૨ નંગબાફેલા બટાકા
  35. ૧/૨ ચમચીકસૂરી મેથી
  36. ૧/૪ ચમચીગરમ મસાલો
  37. ૩ ચમચીલીલા ધાણા
  38. મીઠું સ્વાદાનુસાર
  39. પાણી જરૂર મુજબ
  40. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં કણક માટે ના ઘટકો લઈ જરૂરી પાણીથી કણક તૈયાર કરી લો. આ કણક સોફ્ટ હોવી જોઈએ. કણકને 20 મિનિટ માટે રેસ્ટ આપો.

  2. 2

    હવે સ્ટફિંગ બનાવવા માટે એક મિક્સર જારમાં અડદની દાળ ને કર કરી પીસી લો. એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં હળદર, મરચું ધાણાજીરું તેમજ મરી પાઉડર લઈ તેને શેકી લો. ત્યારબાદ તેમાં અડદની દાળ ઉમેરો એને પણ બરાબર શેકી લો. તેમાં મીઠું અને આમચૂર પાઉડર મિક્સ કરો ત્યારબાદ તેમાં પાણી ઉમેરી બરાબર મિક્ષ કરી લો. આપણો મિશ્રણ તૈયાર છે તે ઠંડું થાય એટલે તેમાંથી જરૂર મુજબના નાની સાઈઝ ના ગોળા વાળી લો.

  3. 3

    આપણે જે કણક તૈયાર કરી હતી તેના પણ લીંબુ ની સાઈઝ ના ગોળા વાળો. હવે એક લૂઓ લઈ તેને પૂરી ની સાઈઝ નો વણો તેમા સ્ટફિંગ નો એક ગોળો મૂકી ચારે બાજુથી બરાબર સીલ કરી લો(કચોરીની જેમ) હવે તેને બરાબર દબાવી ફરીથી પૂરી જેટલું વણી લો. આ રીતે બધી પૂરી તૈયાર કરો.

  4. 4

    એક પેનમાં તેલ ગરમ થવા મૂકો.તેલ ગરમ થાય એટલે બધી પૂરીને વારાફરથી બંને બાજુ ગુલાબી થાય ત્યાં સુધી તળી લો. પૂરી તળતી વખતે flame મીડીયમ રાખવી જેથી તે ક્રિસ્પી થશે.

  5. 5

    હવે આલુ કી સબ્જી બનાવવા માટે એક પેનમાં તેલ લઇ તેમાં તમાલપત્ર અને લવિંગ ઉમેરો, ત્યારબાદ તેમાં જીરૂ અને હિંગ ઉમેરી, જીરું ફૂટે એટલે લીલા મરચાં અને આદું ઉમેરી બરાબર સાંતળી લો. ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું, હિંગ અને ધાણાજીરૂ ઉમેરી બધા મસાલા બરાબર શેકી લો. તેમાં ચણાનો શેકેલો લોટ ઉમેરી મિક્સ કરી, ટામેટાંની પ્યોરી ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી ચઢવા દો. હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી પાણી ઉકળે એટલે બાફેલા બટાકા ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં મીઠું, ગરમ મસાલો તેમજ કસૂરી મેથી ઉમેરી મિક્સ કરો.

  6. 6

    સબ્જી બરાબર કોઈ જાય એટલે તેમાં લીલા ધાણા ઉમેરી મિક્સ કરો. બનાવેલી બે ડમી પૂરીને આલુની સબ્જી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

Similar Recipes