અમદાવાદી આલૂ મટર સેન્ડવીચ (Aloo matar sandwich recipe Gujarati)

spicequeen
spicequeen @mrunalthakkar
Vadodara

અમદાવાદી આલુ મટર સેન્ડવીચ એ ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ અલગ પ્રકારની સેન્ડવીચ છે. અમદાવાદમાં આ સેન્ડવીચ ખૂબ જ લોકપ્રિય છે, જેનું ફીલિંગ બટાકા અને વટાણા માં અલગ-અલગ મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. આ સેન્ડવીચ ખાટી-મીઠી, તીખી અને ચટપટી લાગે છે. આ રીતની આલુ મટર સેન્ડવીચ ને સાદી બ્રેડમાં જ ફીલિંગ કરીને બનાવવામાં આવે છે, તેને શેકવામાં આવતી નથી જેના લીધે આ સેન્ડવીચ અલગ પડે છે.

#SF
#cookpadindia
#cookpad_gu

અમદાવાદી આલૂ મટર સેન્ડવીચ (Aloo matar sandwich recipe Gujarati)

અમદાવાદી આલુ મટર સેન્ડવીચ એ ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ અલગ પ્રકારની સેન્ડવીચ છે. અમદાવાદમાં આ સેન્ડવીચ ખૂબ જ લોકપ્રિય છે, જેનું ફીલિંગ બટાકા અને વટાણા માં અલગ-અલગ મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. આ સેન્ડવીચ ખાટી-મીઠી, તીખી અને ચટપટી લાગે છે. આ રીતની આલુ મટર સેન્ડવીચ ને સાદી બ્રેડમાં જ ફીલિંગ કરીને બનાવવામાં આવે છે, તેને શેકવામાં આવતી નથી જેના લીધે આ સેન્ડવીચ અલગ પડે છે.

#SF
#cookpadindia
#cookpad_gu

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 નંગ
  1. 1 કપલીલા વટાણા
  2. 3મીડિયમ બટાકા
  3. 1 ટેબલસ્પૂનતેલ
  4. 1 ટેબલસ્પૂનબટર
  5. 2 ટીસ્પૂનલાલ મરચું
  6. 1/4 ટીસ્પૂનહળદર
  7. 1/2 ટીસ્પૂનકાળા મરીનો પાવડર
  8. 1 ટીસ્પૂનધાણાજીરું
  9. 1 ટીસ્પૂનગરમ મસાલા
  10. 1 ટીસ્પૂનઆમચૂર
  11. 1 ટેબલસ્પૂનખાંડ
  12. મીઠું સ્વાદાનુસાર
  13. 1 ટેબલસ્પૂનદાબેલીનો મસાલો (optional)
  14. 10સ્લાઈસ બ્રેડ
  15. 100 ગ્રામબટર
  16. 1/2 કપલીલી ચટણી
  17. 1/2 કપટોમેટો સોસ
  18. 1/2 કપનાયલોન સેવ
  19. 2 ટીસ્પૂનચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    વટાણા ને બાફી લેવા. બટાકાને પ્રેશર કૂકરમાં બાફીને ઠંડા પડે એટલે છોલી ને મોટી છીણીથી છીણી લેવા.

  2. 2

    એક પેનમાં તેલ અને બટર ઉમેરી ને ગરમ કરવું. ગરમ થાય એટલે તેમાં બધા સુકા મસાલા ઉમેરવા. હવે તેમાં વટાણા અને બટાકા ઉમેરીને બરાબર હલાવી લેવું. મીડીયમ તાપ પર 5 થી 7 મિનીટ માટે પકાવવું. સેન્ડવીચ ફીલિંગ તૈયાર છે. તેને ઠંડું થવા દેવું.

  3. 3

    બ્રેડની સ્લાઈસ લઈ તેના પર બટર લગાડવું. હવે તેના પર ગ્રીન ચટણી લગાડીને ઉપર ફીલિંગ મૂકવું. બીજી સ્લાઈસ પર બટર લગાડીને સેન્ડવીચ બંધ કરી દેવી અને તેના છ ટુકડા કરવા. તેના પર ટોમેટો સોસ લગાડવો. તેની ઉપર સેવ ભભરાવી અને ચાટ મસાલો છાંટવો. આ રીતે બધી સેન્ડવીચ તૈયાર કરી લેવી.

  4. 4

    આલુ મટર સેન્ડવીચ ને લીલી ચટણી અને ટોમેટો સોસ સાથે પીરસવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
spicequeen
spicequeen @mrunalthakkar
પર
Vadodara
I am Mrunal Thakkar. I can introduce myself as a passionate cook. All the time there is mainly one thing on my mind and that is to cook something that my family likes to eat. I just love food ingredients and I love to feed family and friends.The same love has inspired me to start my cooking channel on YouTube under the name spice queen. I would love to share my recipes with you all. There is no greater joy.Keep cooking! Keep experimenting! Keep spreading love!
વધુ વાંચો

Similar Recipes