મગજ, મોહનથાળ (એકજ લોટ શેકીને બન્ને મીઠાઈ)

આ રેશીપી એકવાર લોટ શેકીને ને બનાવી છે.
તેનું કારણ ઘર માં કોઈ ને મોહનથાળ ભાવે તો કોઈ ને મગજ ની લાડુડી, તો એક સાથે બન્ને મીઠાઈ બને પરિવાર ના સભ્યો પણ ખુશ, અને બેવાર લોટ શેકવા ની જરૂરત પણ નહી.

રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી તૈયાર કરી લો. હવે ઘી ને દુગ્ધ ને ગરમ કરી લોટ માં મોણ આપી દો. ત્યારબાદ ૧૦ મિનિટ રેસ્ટ આપી ઘી ગરમ કરી તેમાં લોટ ઉમેરી ધીમા
તાપે ગુલાબી રંગ નો થાય ત્યાં સુધી શેકી લો. પછી ૨૫૦ ગ્રામ ખાંડ માં ડૂબે તેટલું પાણી ઉમેરી દોઢ તાર ની ચાસણી બનાવી લો. - 2
હવે લોટ થોડો ઠંડો થાય પછી તેના બે સરખા ભાગ કરી એક ભાગ માં ચાસણી ઉમેરી થાળી માં ઢળી દો ને ઉપર કાજુ ની કતરણ થી સજાવી દો. બીજા ભાગ ના લોટ ને સાવ ઠંડો થવા દો પછી તેમાં માપ પ્રમાણે દળેલી ખાંડ ઉમેરી લાડું વાળી લો.
- 3
તો તૈયાર છે એક વખત લોટ શેકીને બન્ને મીઠાઈ.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)