અળવી પાત્રા (Arvi Patra Recipe In Gujarati)

#MVF
#cookpadindia
#cookpadgujarati
અળવી પાન ખૂબ જ પૌષ્ટિક છે. તેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામીન સી, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં છે. તેમ જ તેમાં ઔષધીય ગુણ હોવાથી શરીર માટે ફાયદાકારક છે.

રાંધવાની સૂચનાઓ
- 1
અળવી પાન ને સારી રીતે ધોઇને કોરા કરી પછી વચ્ચે ની નસ કાપી બે ભાગમાં તૈયાર કરો.
- 2
એક બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, મકાઈનો લોટ, સોજી, દહીં, તલ, બધા મસાલા અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરી બેટર તૈયાર કરી લો.
- 3
પાટલા ઉપર અળવી પાન રાખી તેની ઉપર બેટર લગાવી ફરી ઉપર બીજું પાન રાખો, આવી રીતે વચ્ચે ખીરું લગાવતા જાવ ને પાન રાખતા જાવ. ત્યારબાદ ગોળ રોલ વાળી લો. આ રીતે બધા રોલ તૈયાર કરી લો.
- 4
સ્ટીમરમાં પાણી ગરમ કરી અળવી પાનના રોલને બાફી લો. બફાઈ જાય પછી થોડીવાર રહેવા દો. ત્યારબાદ ગોળ નાના પીસ કરી લો.
- 5
ગેસ ઉપર કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, તલ, હિંગ, લીમડાના પાન નાખી અળવી પાત્રા નો વઘાર કરી લો. તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી અળવી પાત્રા....ચટણી કે સોસ સાથે સર્વ કરવા માટે.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)