અળવી પાત્રા (Arvi Patra Recipe In Gujarati)

#MVF
#cookpadindia
#cookpadgujarati
અળવી પાન ખૂબ જ પૌષ્ટિક છે. તેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામીન સી, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં છે. તેમ જ તેમાં ઔષધીય ગુણ હોવાથી શરીર માટે ફાયદાકારક છે.
અળવી પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF
#cookpadindia
#cookpadgujarati
અળવી પાન ખૂબ જ પૌષ્ટિક છે. તેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામીન સી, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં છે. તેમ જ તેમાં ઔષધીય ગુણ હોવાથી શરીર માટે ફાયદાકારક છે.
રાંધવાની સૂચનાઓ
- 1
અળવી પાન ને સારી રીતે ધોઇને કોરા કરી પછી વચ્ચે ની નસ કાપી બે ભાગમાં તૈયાર કરો.
- 2
એક બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, મકાઈનો લોટ, સોજી, દહીં, તલ, બધા મસાલા અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરી બેટર તૈયાર કરી લો.
- 3
પાટલા ઉપર અળવી પાન રાખી તેની ઉપર બેટર લગાવી ફરી ઉપર બીજું પાન રાખો, આવી રીતે વચ્ચે ખીરું લગાવતા જાવ ને પાન રાખતા જાવ. ત્યારબાદ ગોળ રોલ વાળી લો. આ રીતે બધા રોલ તૈયાર કરી લો.
- 4
સ્ટીમરમાં પાણી ગરમ કરી અળવી પાનના રોલને બાફી લો. બફાઈ જાય પછી થોડીવાર રહેવા દો. ત્યારબાદ ગોળ નાના પીસ કરી લો.
- 5
ગેસ ઉપર કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, તલ, હિંગ, લીમડાના પાન નાખી અળવી પાત્રા નો વઘાર કરી લો. તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી અળવી પાત્રા....ચટણી કે સોસ સાથે સર્વ કરવા માટે.
Similar Recipes
-
અળવી ના પાત્રા (Patra Recipe In Gujarati)
અળવી ના પાત્રા સ્વસ્થય માટે બહુ સારા હોય છે. આમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શીયમ ભરપૂર માત્રામાં હોય છે. જે શરીર ને સ્વસ્થય રાખવા માટે આપણી મદદ કરે છે.#સપ્ટેમ્બર Nita Prajesh Suthar -
અળવી નાં પાત્રા(ALavi na Patra recipe in gujarati)
#સાઈડઅળવી નાં પાન માં પ્રચુર માત્રામાં વિટામિન એ,બી અને સી રહેલા છે.. કેલ્શિયમ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે.તો ગુજરાતી થાળી માં દાળ ,ભાત શાક અને રોટલીની સાથે સાઈડ ડિશ તરીકે પહેલેથી અળવી નાં પાત્રા ,ખમણ, ઢોકળા, બટેટા વડાં વગર ન જ ચાલે... ગેસ્ટ આવે ત્યારે અને ખાસ પ્રસંગે આ માથી કોઈ પણ ડીશ હોય જ.. Sunita Vaghela -
અળવી ના પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVFવરસાદ ની સીઝન સાથે મળતા અળવી નાં પાન નાં પાત્રા બધા નાં ફેવરીટ. બનાવવામાં સહેલા અને ટેસ્ટી. નાસ્તામાં કે જમવામાં સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
અળવી ના પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiઅળવી ના પાત્રા Ketki Dave -
પાત્રા (Patra Recipe In Gujarati)
#GA4 #Week4#પાત્રા એટલે ગુજરાતીઓનું પ્રિય ફરસાણ આ પાત્રા ખૂબ જ ટેસ્ટી બને છે અને અળવી ના પાન માંથી બનતા હોવાથી healthy છે Kalpana Mavani -
પાત્રા (Patra recipe in Gujarati)
#MVF અળવી નાં પાન ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે.તેમાં બનતાં પાત્રા એ પ્રખ્યાત તાજું ફરસાણ છે.જેને પતરવેલિયાં પણ કહેવાય છે.આ વાનગી મુખત્વે અળવી નાં પાન પર ચણા નો લોટ,આંબલી નું પાણી અને મસાલા માંથી કરેલ લગાડી વીટા વાળી ને બનાવાય છે.પશ્ર્ચિમ ગુજરાત બાજુ વધારે ખાવા માં આવે છે.એક સાઈડ ડિશ તરીકે સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
અળવી ની ભાજી (alvi bhaji recipe in gujarati)
#સાઈડઅળવી નાં પાન માં પ્રચુર માત્રામાં વિટામિન એ ,બી અને સી રહેલા છે.. આજે પાતળભાજી બનાવી લીધી.. પાત્રા બનાવવા માટે પાન લઈ આવી હતી..તો વધારે આવ્યાં હતાં તો ઘરમાં બધા ની મનપસંદ અને હેલ્થ માટે પણ બેસ્ટ.. છે Sunita Vaghela -
બેસન નાં પાત્રા (અળવી નાં પાનાં)(Patra recipe in Gujarati)
અવળી ખૂબ હેલ્ધી છે, કમર નાં દર્દ માં ખૂબ ઉપયોગી છે ,અળવી નું શાક અથવા તેનાં પાનાં નો ઉપયોગ થાય છે #સાઈડ Ami Master -
-
પાત્રા (અળવી ના પાન ના ભજિયા)
#ChooseToCook# ગુજરાતી ફરસાણ#અળવી ના પાન ના રોલ ભજિયા. મારી ફેમલી મા બધા અને અળવી ના પાન ના ભજિયા ભાવે છે. મારા પણ ફેવરીટ છે. Saroj Shah -
રોસ્ટેડ મીની પાત્રા (Roasted Mini Patra Recipe In Gujarati)
અળવી નાં પાત્રા મસાલા વાળો લોટ લગાવી બાફીને, વઘારીને અને તળીને ખાઈએ છીએ.આજે મેં નાના અળવી નાં પાત્રા મસાલા વાળો લોટ લગાવી રોલ કરી એકદમ ઓછા તેલમાં શેકી લીધા.આને ઉછાળેલા પાત્રા પણ કહેવામાં આવે છે.આ રીતે બનાવેલા પાત્રા 2 થી 3 દિવસ સુધી રાખી શકાય છે. જેથી બહાર જવાનું થાય ત્યારે નાસ્તા માટે બનાવી શકાય છે. Urmi Desai -
અળવી નાં રસપાત્રા
#MFF#RB16અળવી ચોમાસામાં વરસાદ પછી ખાવા ની ખુબ મજા આવી જાય છે.. એમાંય એના પાન માં પુષ્કળ માત્રામાં વિટામિન સી હોય છે..અને આયર્ન હોય છે.. એટલે શરીર માં લાલ કણો વધારે છે..પાન ને લોટ લગાવી ને ગોળ આંબલી ધોળી ને રસપાત્રા મારા ઘરે કાયમ બને.. પણ આ રીતે બનાવવામાં સમય લાગે એટલે.. આજે કંઈક અલગ રીતે જ બનાવ્યા છે.. રસપાત્રા.. Sunita Vaghela -
-
અળવી ના પાત્રા (advi na patra recipe in gujarati)
#વીકમીલ૩#સ્ટીમ #માઇઇબુક #પોસ્ટ21 અળવી ના પાત્રા એ ગુજરાતીમાં ફેવરીટ ફરસાણ છે. ગુજરાતી થાળીમાં પાત્રા નું ફરસાણ બાફેલું છે તેથી તે બધા માટે હેલથી છે. Parul Patel -
અળવી નાં પાન નાં પાત્રા(patra recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#વેસ્ટ#સાઈડઅળવી નું પ્રકાંડ જેને આપણે અરબી તરીકે ઓળખીએ છે જે ખૂબજ હેલ્થી તથા ટેસ્ટી હોઈ છે તેને તળી ને ખાવાનું હોઈ છે પણ સીઝન મા અળવી ના પાન બહુ સરસ મળતા હોય છે.ગુજરાત માં આ પાન ની ઘણી બધી સ્વાદિષ્ટ વાનગી બનતી હોય છે.આ અળવી ના પાન ને ઘણા લોકો પત્તરવેલ નાં પાન પણ કહે છે.આ પાન ઉપર બેસન લગાવી ને તેના ભજીયા બનાવવા માં આવે છે જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.મારી રેસિપી થી તમે પણ બનાવો. Vishwa Shah -
પાત્રા (Patra Recipe in Gujarati)
#Famઅમારા ઘરમાં પાત્રા બધાને બહુ જ ભાવે અને હું પાત્રા બનાવતા મારા નાનીબા પાસેથી શીખી છું. ઘણી વખત બનાવ્યા પછી હવે થોડા એમના જેવા બનવા લાગ્યા છે.😊 Disha Chhaya -
પાત્રા (Patra Recipe In Gujarati)
#વેસ્ટ#વેસ્ટ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ અળવી નાં પાન આ સિઝન માં ખૂબ સરસ આવે છે,અમારા ઘર માં અળવી નાં પાત્રા બધાં ને ખૂબજ ભાવે,તમે પણ ટ્રાય કરજો,હેલ્થ માટે ખૂબ સારા છે. Bhavnaben Adhiya -
અળવી નાં પાત્રા (Patra recipe in Gujarati)
#વિકમીલ૩પાત્રા ગુજરાતી ઓનું મનપસંદ ફરસાણ છે.અને દરેક ના ઘરમાં બંને છે.બધાની બનાવવા ની રીત પણ અલગ અલગ હોય છે.તો આજે હું મિક્સ લોટ અને ગોળ આમલીનો ઉપયોગ કરી બનાવ્યા છે. Bhumika Parmar -
-
-
અળવી પાન ના ઇન્સ્ટન્ટ ઢોકળા (Arvi Pan Instant Dhokla Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujarati#Patra#farsanઅત્યારે અળવી ની સીઝન ચાલે છે ..તો આપને અવારનવાર પાત્રા બનાવતા હોઈએ .પણ ક્યારેક સમય ના અભાવે લોટ ચોપડવા અને વિટા વાળવા નો કંટાળી આવે ત્યારે આ રીતે સહેલાઇ થી એજ સામગ્રી નો ઉપયોગ કરી ને વિટા વાળ્યા વગર પાત્રા ની મોજ માણો . Keshma Raichura -
પાલક પાત્રા (Palak Patra recipe in Gujarati)
#FFC5#jigna#WDC#week5#cookpadgujarati#cookpadindia#cookpad પાલક પાત્રા ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ એવું એક ગુજરાતી ફરસાણ છે. પાલક પાત્રા તેના નામ પ્રમાણે જ પાલકની ભાજીના પાન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ચણાના લોટમાં એટલે કે બેસનમાં બધા મસાલા ઉમેરી, આ મિક્ચરને પાલકના પાન પર લગાવી તેનો રોલ બનાવવામાં આવે છે. પાલકની ભાજી અને ચણાનો લોટ બંને શરીર સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે. આ વાનગી બનાવવા માટે તેલનો ઉપયોગ પણ ઓછો કરી શકાય છે માટે આ ગુજરાતી વાનગી એક હેલ્ધી વાનગી પણ છે. સામાન્ય રીતે પાલક પાત્રા નો ઉપયોગ બપોરના સમયે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે કરવામાં આવે છે પરંતુ આ પાત્રને સાંજના સમયે નાસ્તામાં ચા ની સાથે કે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય છે. Asmita Rupani -
-
પાત્રા /અળવી ના પાન ના ઢોકળા
અળવી ના પાન ના ભજિયા થોડી મહેનત નુ કામ છે પરંતુ આજે આપડે સહેલી રીત જોઇશું. Kalpana Parmar -
-
અળવી ના પાન ના પાત્રા (Arvi Pan Patra Recipe In Gujarati)
#FD#Ekta Rangam Modiઅળવીના પાન (પાત્રા) વરસાદ ની મોસમ તો બહુ જ મસ્ત લાગે ને સાથે. Daxa Pancholi -
અળવી ના પાન ના રોલ (Arvi Paan Roll Recipe In Gujarati)
ગુજરાતી ઘરોમાં ના પાત્રા ખૂબ જ ખવાય છે તે ખૂબ જ પૌષ્ટિક છે અને શુભ પ્રસંગમાં પણ બનાવે છે અળવી ના પાન મા કેલ્શિયમ ભરપૂર હોય છે મીનાક્ષી માન્ડલીયા -
અળવી નાં સ્ટીમ્ડ પાન (Arvi Steam Paan Recipe In Gujarati)
અળવી ના પાન ને પતરવેલ ના પાન પણ કહેવાય છે..પાન ને ચોપડી, steam કરી ને ફ્રીઝ કરી શકાય છે..જ્યારે પણ વઘારવા હોય કે ચટાકો કરવો હોય તો easy પડે અને મહેમાન આવ્યા હોય તો આ પાન માંથી કોઈ પણ આઇટમ બનાવી ને ફરસાણ તરીકે પીરસી શકાય છે.. Sangita Vyas -
More Recipes
ટિપ્પણીઓ (6)