મેથી ની કઢી (Methi Kadhi Recipe In Gujarati)

Payal Bhatt @homechef_payal26
મેથી ની કઢી (Methi Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા છાસ ઉમેરી તેમાં બેસન ઉમેરી ને તેમાં બ્લેન્ડર ફેરવી ને મિક્સ કરી લો ટામેટા મેથી આદુ મરચા ધાણા ભાજી વગેરે બધું સમારી લો
- 2
એક પેન મા તેલ અને ઘી ઉમેરી ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો હવે તેમાં રાઈ જીરું હિંગ ઉમેરી તેમાં લીલી મેથી ઉમેરો ત્યાર બાદ તેમાં સમારેલા ટામેટા આદુ મરચા ઉમેરી ને સાંતળો
- 3
મેથી અને ટામેટા એકરસ થાય પછી તેના છાસ અને બેસન નું તૈયાર કરેલું મિક્સર ઉમેરી દો હવે તેમાં મીઠું,હળદર ગોળ લીંબુ નો રસ વગેરે બાકી મસાલો ઉમેરી ને કઢી ને 5 મિનિટ માટે ઉકાળો અને છેલ્લે તેમાં ઉપર થી ધાણા ભાજી ઉમેરી દો
- 4
તૈયાર કરેલી આ મેથી ની કઢી ને ઠંડી માં ગરમ ગરમ સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16620942










ટિપ્પણીઓ