ચીઝ ફોંડયું પ્લેટર (Cheese Fondue Platter Recipe In Gujarati)

Perfect Christmas Party plater 🫕😋
ચીઝ ફોંડયું પ્લેટર (Cheese Fondue Platter Recipe In Gujarati)
Perfect Christmas Party plater 🫕😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ની ચિપ્સ કરી તેને તળી લેવી...ગાજર ને છોલીને તેને ગોળ સમારી લેવા....ત્યાર બાદ લસણ ઝીણું સમારી લેવું....અને બ્રેડ ની સ્લાઈસ ના બતાવ્યા મુજબ નાના ટુકડા કરી લેવા....
- 2
ત્યાર બાદ એક પેન માં અમૂલ બટર મૂકી તેમાં થોડુક લસણ નાખીને ચિપ્સ ને થોડી આડી અવળી કરી લેવી...ત્યાર બાદ એક પેનમાં અમૂલ બટર મૂકી તેમાં લસણ નાખી બ્રેડ ના ટુકડા નાખી સેકી લેવા અને તેમાં પીઝા મસાલો અને થોડાક કોથમીર નાખવા...ત્યાર બાદ એક પેન માં 1 ચમચીતેલ મૂકી ગાજર ને થોડા આડા અવળા કરી લેવા..
- 3
ત્યાર બાદ એક પેન માં અમૂલ બટર મૂકી તેમાં 1 ચમચીમેંદો નાખી હલાવતા રહેવું...તે થોડો પાકી જાય એટલે તેમાં થોડું થોડું કરીને દૂધ નાખતા જવું....અને તે ઉકળે એટલે તેમાં ચીલી ફ્લેક્સ અને પીઝા મસાલો નાખવો...
- 4
ત્યાર બાદ તેમાં ચીઝ ક્યૂબ ખમણીને નાખી દેવી અને હલાવી લેવુ...ત્યાર બાદ સ્પ્રેડ ચીઝ નાખી હલાવવું...આમ ૫ મિનિટ ઉકાળીને ચીઝ તૈયાર થઈ જશે...
- 5
એક પ્લેટ માં તૈયાર કરેલ ચિપ્સ,ગાજર,બ્રેડ, નાચોઝ, બૃષેટા બધું રાખીને વચ્ચે ચીઝ ફોંડ્યુ નું બાઉલ રાખીને ગરમ ગરમ ચીઝ ફોંડયુ નો આનંદ માણવો....
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (2)