સાંજ સવેરા વિથ ટવીસ્ટ

#LSR
સાંજ સવેરા એક સરસ મજા ની નોર્થ ઇન્ડિયન ડીશ છે જે પાલક પનીર અને સ્પાઈસી ગ્રેવી સાથે બને છે. મેં આજ એમાં થોડું ટવીસ્ટ કર્યું છે. મેં એમાં પાલક ના કોફ્તા અને ટામેટા નો ગ્રેવી ના બદલે પાલક નો ગ્રેવી અને બીટ ના કોફ્તા કર્યા જેથી ગ્રીન ગ્રેવી માં લાલ કોફ્તા નું કોમ્બિનેશન કર્યું જેથી તે ગ્રીન માં લાલ કોફ્તા દેખાય. સાથે મેં પરોઠા બનાવ્યા છે. જોકે સાચું કહું તો મારા ઘર માં આ ડીશ કોઈ ને બહુ ના ભાવી.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ની ગ્રેવી માટે પણ ને ધોઈ ને સમારી લેવી અને ડુંગળી ટામેટા ને પણ રેડાય કરી લેવા. હવે એક પેન માં વઘાર મૂકી પેલા તાજ લવિંગ, જીરું વઘારી ને આદુ મરચાં લસણ ઉમેરી થોડી વાર સાંતળો. પછી એમાં ડુંગળી અને ટામેટા એડ કરી ને હલાવી ને પછી એમાં સમારેલી પાલક ઉમેરો. હવે એને મિક્સ કરી થોડી વાર ચડવા દો જરૂર લાગે તો જ પાણી ઉમેરો થોડું.
- 2
પછી બધા મસાલા ને એક વાટકા માં લઇ એમાં પાણી ઉમેરી ને મિક્સ કરી ને પછી એમાં ઉમેરો અને ફરી થી ૪ ૫ મિનિટ ચડવા દો. હવે બધું સરસ ભળી જાય એટલે ગેસ બંધ કરી એને ઠંડુ પાડવા દો.
- 3
હવે કોફ્તા માટે બાફેલા બટાકા ને બીટ ને ખમણી લો. હવે માં મસાલા ઉમેરી ને જરૂર મુજબ કોર્ન ફ્લોર કે બ્રેડ ક્રમ્સ ઉમેરી ને કોફ્તા માટે નું મિશ્રણ તૈયાર કરો. પનીર ને છીણી લઇ ને મરી પાઉડર અને ચાટ મસાલો ઉમેરી ને સાઈડ પર રાખી દો.
- 4
હવે બીટ બટેકા ના માવા માં વચ્ચે પનીર નું મિશ્રણ ભરી ને એનો કોફ્તા બનાવી લો. બધા કોફ્તા વડી ને ત્યાર કરી લો.
- 5
હવે મેં અહીં એને અપ્પમ પેન માં શેલો ફ્રાય કર્યા છે તમે ચાહો તો ડીપ ફ્રાય પણ કરી શકો છો. હવે એ કોફ્તા ને અપ્પમ પેન માં બંને બાજુ સરસ શેલો ફ્રાય કરી લો. પછી તેને વચ્ચે થી કાપી લો. ધ્યાન થી કે એ તૂટી ના જાય.
- 6
હવે પાલક ની ગ્રેવી કરી લો અને એને પેન માં વધારો. આ વખતે તેલ કે ઘી વિના પણ વઘારસો તો પણ સરસ લાગશે. હવે એને થોડું ૩ ૪ મિનિટ થવા દહીં પછી જયારે સર્વ કરવાનો ટાઈમે જ આવે ત્યારે જ એમાં કોફ્તા ઉમેરી ને સર્વ કરો. રેડી છે સાંજ સવેરા વિથ ટવીસ્ટ.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)