પંજાબી થાળી (Punjabi Thali Recipe In Gujarati)

Week2
#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#cookpad
#cookpadindia
#cookpadgujarati
પંજાબી વાનગી ખૂબ જ ફ્લેવરફુલ હોય છે. મરી મસાલા, મલાઈ અને તેજાના નો ઉપયોગ કરીને પંજાબી વાનગી બનાવવામાં આવે છે. મોટાભાગના લોકો પંજાબી વાનગી પસંદ કરે છે.
પંજાબી થાળી (Punjabi Thali Recipe In Gujarati)
Week2
#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#cookpad
#cookpadindia
#cookpadgujarati
પંજાબી વાનગી ખૂબ જ ફ્લેવરફુલ હોય છે. મરી મસાલા, મલાઈ અને તેજાના નો ઉપયોગ કરીને પંજાબી વાનગી બનાવવામાં આવે છે. મોટાભાગના લોકો પંજાબી વાનગી પસંદ કરે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બટર રોટી બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં બધી સામગ્રી લઈ જરૂર મુજબ પાણી ઉમેરી સોફ્ટ કણક બાંધી 1/2 કલાક રેસ્ટ આપો. લોઢીને ગરમ કરવા મુકો. કણક માંથી એક લુવો લઇ રોટી વણી લો. સમારેલી કોથમીર મૂકી ફરીથી વણી લો.
- 2
રોટી ની પાછળ ની સાઈડ પાણી લગાડી ગરમ લોઢીમાં શેકવા મૂકો. લોઢીને ગેસની ફ્લેમ પર ઉંધી કરી ઉપરની સાઈડ ને શેકી લો. રોટી શેકાઈ જાય એટલે ઘી લગાડી દો.
- 3
પનીર તુફાની બનાવવા સૌપ્રથમ એક કટોરીમાં દહીં લઈ સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી સાઈડમાં રાખી દો. એક કડાઈમાં 2 ચમચી તેલ લઈ કેપ્સીકમ ને સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો.
- 4
કડાઈમાં તેલ લઈ તેલ ગરમ થાય એટલે જીરું એડ કરો જીરું તતડે એટલે ડુંગળી અને આદુ લસણની પેસ્ટ ઉમેરો થોડીવાર સાંતળો. ટોમેટોની પ્યુરી ઉમેરો. દહીંનું મિક્ષ્ચર ઉમેરી મિક્સ કરો. જરૂર મુજબ પાણી ઉમેરી મિક્સ કરી ઢાંકીને ધીમી આંચ પર થોડી વાર કુક કરો. કેપ્સીકમ ઉમેરી મિક્સ કરો.
- 5
પનીર ના ટુકડા અને કસૂરી મેથી ઉમેરી મિક્સ કરી ફરીથી ઢાંકણ ઢાંકી તેલ છૂટું પડે ત્યાં સુધી કુક કરો. પનીર તુફાની તૈયાર.(દહીંમાં આપણે પહેલેથી જ બધા મસાલા ઉમેરી દીધા હતા એટલે મસાલા વધારે એડ કરવાની જરૂર રહેતી નથી)
- 6
આલુ મટર સબ્જી બનાવવા માટે એક કટોરામાં પાણી ગરમ કરી તેની અંદર વટાણા ઉમેરી 10 -15 મિનિટ માટે વટાણાને ઢાંકીને રાખી દો. કડાઈમાં તેલ લઈ તેલ થાય એટલે જીરું ઉમેરો જીરું તતડે એટલે તજ લવિંગ તમાલપત્ર ઉમેરો. ડુંગળી અને આદુ લસણ ઉમેરી સાંતળો.
- 7
ટમેટાની પ્યુરી ઉમેરી સાંતળો. બધા મસાલા ઉમેરી મિક્સ કરો.જરૂર મુજબ પાણી ઉમેરો. વટાણા અને બટાકા ઉમેરી ઢાંકણ ઢાંકી થોડીવાર કુક કરો. કસુરી મેથી અને કોથમીર ઉમેરો. આલુ મટર સબ્જી તૈયાર:
- 8
તડકા દાળ બનાવવા માટે કડાઈમાં તેલ લઈ તેલ થાય એટલે જીરું ઉમેરી જીરું તતડે એટલે ડુંગળી અને આદુ લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળો.
- 9
ટામેટાં ઉમેરી સાંતળો. બધા મસાલા ઉમેરી મિક્સ કરો જરૂર મુજબ પાણી ઉમેરી ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી કુક કરો. દાળને જેરીને ઉમેરી દો. મિક્સ કરી થોડીવાર કુક કરો. કોથમીર ઉમેરી મિક્સ કરી દો. તડકા દાળ તૈયાર છે.
- 10
- 11
જીરા રાઈસ બનાવવા માટે પેનમાં ઘી અને તેલ લઈ ગરમ થાય એટલે જીરું ઉમેરો. જીરુ તતડી જાય એટલે રાંધેલા ભાત ઉમેરી દો સ્વાદ મુજબ મીઠું અને કોથમીર ઉમેરી મિક્સ કરો જીરા રાઈસ તૈયાર છે
- 12
પંજાબી સમોસા બનાવવા માટે કણક માટેની બધી સામગ્રી મિક્સિંગ બાઉલમાં લઈ પ્રોપર મિક્સ કરો. જરૂર મુજબ પાણી ઉમેરી ને કણક તૈયાર કરો.
- 13
પંજાબી સમોસાનુ સ્ટફિંગ સૌપ્રથમ આખા ધાણા વરીયાળી અને જીરું ને ધીમી આંચ પર શેકી લો. દરદરો ખાંડી લો.
- 14
કઢાઈ માટે મૂકી તેલ થાય એટલે તેમાં જીરું ઉમેરો તો તતડે એટલે ડુંગળી વટેલા આદુ મરચાં ઉમેરી સાંતળો. વટાણા ને બાફીને મેસ કરેલા બટાકા ઉમેરી બધા મસાલા અને ખાંડેલો મસાલો ઉમેરી મિક્સ કરો.
- 15
કોથમીર ઉમેરી મિક્સ કરો સમોસા નું સ્ટફિંગ તૈયાર છે.
- 16
સમોસા તળવા માટે તેલ ગરમ કરવા મૂકો. કણક માંથી એક લુવો લઈ રોટલી વણી લો. વચ્ચેથી એક કાપો પાડી તેના બે ભાગ કરો. એક પાર્ટને લઈને બોર્ડર ઉપર પાણી લગાડી કોન નો શેપ આપો. વચ્ચે સ્ટફિંગ ભરી બોર્ડર ઉપર પાણી લગાડી સમોસાને પેક કરી દો. સમોસાને તેલ માં ડીપ ફ્રાય કરી લો. તૈયાર છે આપણા પંજાબી સમોસા.
- 17
- 18
મસાલા છાશ બનાવવા માટે દહીં લઈને તેમાં સ્વાદ મુજબ મીઠું અને શેકેલા જીરાનો પાઉડર ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી જેરીને છાશ બનાવી લો. સર્વિંગ ગ્લાસમાં લઈ ઉપર ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દો. મસાલા છાશ તૈયાર.
- 19
એક થાળી લઈ તેમાં બટર રોટી મૂકો સાઈડમાં સમોસા મૂકો. બંને સબ્જી તડકા દાળ અને રાઈસ ને કટોરીમાં કાઢી થાળીમાં મૂકો. પંજાબી થાળી સર્વ કરો.
Similar Recipes
More Recipes
- શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
- પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
- પંજાબી દમ આલુ વિથ જીરા પરોઠા (Punjabi Dum Aloo With Jeera Paratha Recipe In Gujarati)
- કોર્ન કટલેટ (Corn Cutlet Recipe In Gujarati)
- વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)


















































ટિપ્પણીઓ (4)