માવા મલાઈ કોફતા મસાલા (અવધી રેસીપી)

માવા મલાઈ કોફતા મસાલા (અવધી રેસીપી)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોફતા માટે કોથમીર લીલા મરચાં અને તેલ લઈને તેને મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવી લો પછી એક બાઉલમાં માવો પનીર બ્રેડક્રમ મેંદો કોર્ન ફ્લોર મીઠું અને તૈયાર કરેલી પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો
- 2
ફીલિંગ માટે પેનમાં૧/૨ ટી સ્પૂન તેલ લઈ તેમાં ઝીણી સમારેલી ડુંગળી કાજુ પિસ્તા કિસમિસ મીઠું ચપટી ખાંડ ગરમ મસાલો નાખીને એક મિનિટ માટે સોતે કરી લો ગેસ બંધ કરી ઠંડુ થવા દો
- 3
તૈયાર કરેલા કોફતાના મિશ્રણમાંથી થોડું મિશ્રણ લઈને વાટકી જેવો શેપ આપી તેમાં તૈયાર કરેલું ફીલિંગ ભરીને તેને બંધ કરીને ગોળા વાળી લો આ રીતે બધા બોલ્સ તૈયાર કરો પછી તેલ ગરમ કરીને તેને મીડીયમ તાપે તળી લો
- 4
ગ્રેવી માટે એક થી એક ટીસ્પૂન તેલ લઈ તેમાં લીલા મરચા કોથમીર ની દાંડી આદુ અને લસણ નાખીને 10 સેકન્ડ માટે સોતે કરો. પછી તેમાં સમારેલા ડુંગળી અને ટામેટા મીઠું નાખીને બે થી ત્રણ મિનિટ માટે સોતે કરો પછી તેમાં કાશ્મીરી લાલ મરચું દહીં નાખીને બે મિનિટ માટે કૂક કરો. પછીએક કપ પાણી મગજતરી ના બીજ અને કાજુ નાખીને પાંચ થી સાત મિનિટ માટે તેને કુક કરો
- 5
ઠંડુ થઈ ગયા પછી તેને પીસીને સ્મુથ પેસ્ટ તૈયાર કરો
- 6
ફાઇનલ તડકા માટે બટર લઈને ગરમ કરો પછી તેમાં ગરમ મસાલો ફ્રેશ ક્રીમ અને તૈયાર કરેલી ગ્રેવી નાખીને બરાબર મિક્સ કરી લો પાંચ મિનિટ માટે ગ્રેવી ને કુક કરો જરૂર જણાય તો પાણી અને મીઠું એડ કરો
- 7
હવે સર્વિંગ બાઉલમાં ગ્રેવી લઈ લો પછી કોફતાના બે ભાગ કરીને તેને ગ્રેવીમાં એડ કરો
- 8
તૈયાર છે વસંત મસાલા સ્પેશિયલ રેસીપી માવા મલાઈ કોફતા મસાલા ઉપરથી ફ્રેશ ક્રીમ અને કોથમીર નાખીને ગાર્નિશ કરીને સર્વ કરો
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (15)