રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળને ધોઈ મીઠું નાખી કુકરમાં બે સીટી કરી દાણો આખો રહે તેમ બાફી લો.
- 2
હવે એક તાસકમાં મેંદો લો તેમાં મોણ માટે તેલ નાખી તેમાં મીઠું જીરુ પાઉડર નાખી કઠણ કણક તૈયાર કરો. હવે આ કણકને રેસ્ટ આપી તેમાથી લુવા બનાવી લો.
- 3
હવે ચોપરમા ડુંગળી ટામેટાં મરચાને ચોપ કરો.
- 4
હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું લીમડો નાખી ચોપ કરેલી ડુંગળી ટામેટાં નાખો. હવે કોથમીર હળદર ધાણાજીરું મરચું નાખી અને બાફેલી દાળ ને ઉમેરી હલાવો. છેલ્લે લીંબુ નો રસ ઉમેરી દાળને ઉકાળો.
- 5
હવે બાંધેલી કણકમાંથી લુવો લો અને તેની પાતળી રોટલી વણી ગરમ તેલમાં ગુલાબી પકવાનને તળી લો.
- 6
હવે એક ડીસમા પકવાન લો તેનાં પર બનાવેલી દાળ રાખો. તેનાં પર ચોપ કરેલા ડુંગળી ટામેટાં રાખો છેલ્લે લીલી ચટણી લસણની ચટણી નાખો કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16848925









ટિપ્પણીઓ