કોલ્ડ કોફી

#goldenapron
Fourth week
ગરમી શરૂ થઈ ગઈ એટલે મે આજે કોલ્ડ કોફી બનાવી.
કોલ્ડ કોફી
#goldenapron
Fourth week
ગરમી શરૂ થઈ ગઈ એટલે મે આજે કોલ્ડ કોફી બનાવી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાચના ગ્લાસ માં ચોકલેટ સીરપ ની તમારી પસંદ મુજબ ડીઝાઈન બનાવી ફી્જર માં સેટ થવા માટે મુકી દો. મે આવી રીતે ચોકલેટ સીરપને ડેકોરેટ કયુઁ છે.
- 2
હવે ગરમ પાણી ને 3 ચમચી કોફી પાવડર માં નાખી બરાબર મીકસ કરી લેવું. 4 ચમચી થી વધારે પાણી નાખવુ નહી. જે ચમચી નુ માપ કોફી પાવડર માટે લીધું હોય તે જ માપ પાણી માટે રાખવુ.
- 3
હવે દૂધમાં ખાંડ નાખીને બ્લેન્ડર 2 થી 3 મીનીટ ફેરવાનુ. પછી બરફ નાખી ફરી થી બ્લેન્ડર 2 મીનીટ ફેરવવું અને હવે બનાવેલુ કોફી સીરપ ઉમેરી ફરી થી 2મીનીટ બ્લેન્ડર ફેરવવું. આવું કરવાથી કોફી એકદમ સ્મુદ બનશે અને છાગ પણ સરસ થશે.
- 4
હવે આપણે જે ગ્લાસ સેટ થવા માટે મુકયા છે તેને બહાર કાઢી તૈયાર કોફી એમાં નાખી ને ઊપર છાગને બરાબર કરી ચોકલેટ પાવડર થી સુશોભન કરીશું. તો તૈયાર છે ગરમીમાં ઠંડી ઠંડી કોલ્ડ કોફી.
Keywords
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ