ખીચું
રાંધવાની સૂચનાઓ
- 1
પાણીને ગેસ પર ઊકળવા મુકવું, પછી તેમાં વાટેલા લીલા મરચાં, મીઠું, સન્ચોરો (પાપડીયો ખારો), વાટેલું જીરું, થોડોક અજમો નાખીને બરાબર ઊકળે એટલે એમાં સમાય એ પ્રમાણે કણકી નો લોટ નાંખવો. પછી બરાબર હલાવી લેવું. વાટા વળે તેવું કઠણ રાખવું.
- 2
વાટા વાળીને થાળીમાં તેલ ચોપડીને વાટા ગોઠવવા, પછી એક કડાઈમાં પાણી રેડી કાંઠા ઉપર થાળી ગોઠવી ને ઢાંકીને બાફી લેવું.પછી નાના પીસ કરી લેવા, ઉપરથી તેલ અને અથાણાં નો મસાલા નાંખવો. લસણ વાળો કરવો હોય તો પાણીમાં જ લીલું કે સૂકું લસણ વાટીને નાંખી દેવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9161738








ટિપ્પણીઓ