તળ્યા વગર ના દહીંવડા ચાટ

Kalpana Solanki
Kalpana Solanki @cook_13477867

#પાર્ટી

તળ્યા વગર ના દહીંવડા ચાટ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#પાર્ટી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૩૫
  1. ૧ કપ અડદ દાળ
  2. ૧/૨ કપ મગની દાળ
  3. ૩ કપ પાણી પલાળવા માટે
  4. ૧ ટીસ્પૂન અધકચરા ખાંડેલા મરી
  5. મીઠુ સ્વાદાનુસાર
  6. ૧ ટીસ્પૂન આદુ મરચાં ની પેસ્ટ
  7. કોથમીર સમારેલી
  8. ચાટ માટે:- ૩ કપ દહીં ખાંડ નાખી વલોવેલુ
  9. ૧/૨ કપ લીલી ચટણી
  10. ૧/૨ કપ ખજુર આમલી ની ગળી ચટણી
  11. ૨ ટેબલસ્પૂન શેકેલુ જીરૂ પાવડર
  12. ૧ ટેબલસ્પૂન લાલ મરચું પાવડર
  13. ૧ ટીસ્પૂન સંચળ પાવડર
  14. કોથમીર, સેવ, દાડમના દાણા જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦-૩૫
  1. 1

    બંન્ને દાળ ને ધોઈ પાણી માં ૪ કલાક અથવા આખી રાત પલાળી રાખો.

  2. 2

    પાણી નિતારી વાટી નાખો. પછી તેને બાઉલ માં કાઢી તેમાં મરી પાવડર, મીઠુ, કોથમીર, આદુ મરચાં ની પેસ્ટ નાખી હલાવો.

  3. 3

    હવે પનીયારમ પાત્ર/અપ્પમ મોલ્ડ ને તેલ થી ગ્રીસ કરી ખીરા માંથી વડા બનાવી બેઉ બાજુ શેકી લો.

  4. 4

    તૈયાર વડા ને પાણી મા પલાળી ૨૦ મિનીટ પલાળી રાખો.

  5. 5

    પછી વડા ને પાણી માંથી કાઢી ડીશ માં કાઢી તેના પર દહીં, લીલી ચટણી, ગળી ચટણી પાથરો.

  6. 6

    તેના પર લાલ મરચું, જીરૂ પાવડર, સંચળ ભભરાવો.

  7. 7

    તેના પર કોથમીર, સેવ ભભરાવી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpana Solanki
Kalpana Solanki @cook_13477867
પર

ટિપ્પણીઓ

Similar Recipes