આલુ અકબરી

#ડિનર રેસિપી
આ એક સ્વાદિષ્ટ મુઘલાઈ સબ્જી છે જેમાં આલુ કોફતા ને મુઘલાઈ ગ્રેવીમાં માં બનાવવામાં આવે છે. તેને જીરા રાઈસ અને બટર નાન તથા ગારલીક નાન સાથે પીરસવામાં આવે છે. તમે અગાઉથી ગ્રેવી બનાવીને રાખી શકો છો. અને પછી ગરમાં ગરમ કોફતા બનાવી ને સર્વ કરી શકો છો. અહીં મેં ડુંગળી બાફયા વિના જ ઉપયોગ માં લીધી છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પ્લેટ માં બાફેલા બટાકા ને છીણી ની મદદ થી કસી લો. તેમાં મીઠું અને કોર્ન ફ્લોર ઉમેરી લોટ ની કણક બનાવી લો.
- 2
હવે આ કણક ના નાના નાના લુઆ લઇ તેને હથેળી માં પૂરી ની જેમ થેપી લો. ત્યાર બાદ તેમાં વચ્ચે કાજુ કિશમીશ મૂકી ગોળો વારી લો.
- 3
કડાઈ માં તેલ ને ગરમ કરો અને પછી વળેલા ગોળા ને હથેળી માં સહેજ દબાવી લો અને પછી તેલ માં તળી લો.
- 4
હવે મિક્ષી જાર માં કાજુ, મગજતરી અને ખસખસ ને સૂકા જ વાટી લો. હવે થોડું દૂધ ઉમેરો અને ફરી થી પેસ્ટ બનાવી લો. થોડું થોડું કરી ને દૂધ ઉમેરી દેવું.
- 5
હવે નોનસ્ટિક પેન ગરમ કરો તેમાં ઘી અને તેલ ઉમેરો. ગરમ થાય એટલે તેમાં હિંગ, હળદર ઉમેરો. પછી તેમાં ડુંગળી અને આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી ને બરાબર સાંતળો.
- 6
ડુંગળી સાતળાઈ જાય પછી તેમાં કાજુ વાળી પેસ્ટ ઉમેરો. તેમાં સાથે 1 કપ દૂધ અને 1કપ પાણી ઉમેરો અને ગ્રેવી ને ઢાંકણ ઢાંકી ચડવો.
- 7
ગ્રેવી થોડી ગાઢી થાય એટલે લાલ મરચું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો મીઠું અને ક્રીમ નાખી મિક્સ કરો. 5 મિનિટ ચડવો હવે ગ્રેવી તૈયાર છે. ગેસ બંધ કરી દો.
- 8
હવે ગ્રેવી ને સેર્વિંગ બાઉલ માં લઈ લો ઉપર બનાવેલ કોફતા મૂકો. હવે થોડા કોથમીર, કસૂરી મેથી અને કાજુ નો ભૂકો ભભરાવો.
- 9
આલુ અકબરી તૈયાર છે તેને ગરમાં ગરમ નાન સાથે પીરસો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ