કાચી કેરી નો છૂંદો
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી પાણી થી ધોઈ ને કપડાં થી કોરી કરી લો
- 2
તેની છાલ ઉતારી લો
- 3
ઝીણી ખમણી થી ખમણ કરો
- 4
તેમાં મીઠું,હલ્દી પાવડર અને ખાંડ નાખી ને ખુબ હલાવો
ઢાંકી ને એક રાત રાખી મુકો - 5
ખાંડ એકદમ ઓગળી જાય ત્યારબાદ તેને તડકામાં મુકો જે વાસણ હોય તેના પર કોટન કપડું કે ભાત ગાળવાનો જારો કાણા વાળો મુકો
- 6
તડકામાં મુકાયા પછી તેને રોજે ચમચા થી હલાવો
- 7
૭ થી ૮ દિવસ માં છૂંદો તૈયાર થઇ જશે
- 8
છૂંદો થઇ ગયો છે તે ચેક કરવા માટે બાઉલ પાણી લઇ ને તેની ચાસણી નું એક ટીપું તેમાં નાખો અને તે પ્રસરે નહિ તો તે તૈયાર થઇ ગયો
- 9
એ મધ જેવું ધટ્ટ તૈયાર થશે
- 10
પછી ને તડકા માંથી લઈને તેમાં મરચું,તજ -લવિંગ,ખાંડેલું જીરું નાખી ને બરાબર મિક્સ કરવું
- 11
હવે આ છુંદો તૈયાર છે
- 12
આ રીતે બનાવેલો છુંદો થેપલા,પુરી સાથે ખાવા ની મજાજ કઈ ઓર છે
- 13
આભાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9494001




ટિપ્પણીઓ