#નોનઇન્ડિયન ડ્રેગન પોટેટો - ચાઈનીઝ સ્ટાર્ટર

ડ્રેગન પોટેટો એક ચાઇનીઝ સ્ટાર્ટર ઙીશ છે જે ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ અને બનાવવામાં એકદમ ઇઝી છે તો તમે પણ આ આઇટમ જરુર થી બનાવીને તેનો આનંદ ઉઠાવજો.
#નોનઇન્ડિયન ડ્રેગન પોટેટો - ચાઈનીઝ સ્ટાર્ટર
ડ્રેગન પોટેટો એક ચાઇનીઝ સ્ટાર્ટર ઙીશ છે જે ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ અને બનાવવામાં એકદમ ઇઝી છે તો તમે પણ આ આઇટમ જરુર થી બનાવીને તેનો આનંદ ઉઠાવજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટા ની છાલ ઉતારી તેને ચિપ્સ ની જેમ લાંબી ચીરી કાપી લો. ત્યારબાદ તેને ધોઈ ને લુછી લો.
- 2
હવે એક બાઉલ માં ૧૦૦ ગ્રામ મેંદો લઈ તેમાં સ્વાદ અનુસાર નીમક ઉમેરી થોડું થોડું પાણી ઉમેરી ભજીયા માટે જેવું ખીરું બનાવીએ તેવું ખીરું તૈયાર કરો. બેટર બહુ પાતળું અથવા બહુ જાડું ના હોવું જોઈએ. બટાટા પર કોટિંગ થઇ શકે તેવું રાખવું.
- 3
ખીરું તૈયાર થઈ જાય એટલે તેને ૧૫ મીનીટ રેસ્ટ માટે મૂકી દો. એ દરમ્યાન એક બાજુ કડાઈ માં બટાટા તળવા માટે તેલ ગરમ કરવા મૂકો અને બીજી બાજુ કેપ્સીકમ, ગાજર, કોબીજ અને ડુંગળી ની લાંબી ચીરી સુધારી લો (જેવા બધી ચાઈનીઝ રેસિપીઝ માં વપરાઈ છે) તેમજ લસણ પણ જીણું કાપી લો. (અહીંયા મેં ફક્ત લીલું કેપ્સીકમ અને વાઈટ કોબીજ લીધું છે. સીઝન પ્રમાણે જો લાલ અને પીળા બેલ પેપર્સ અને પર્પલ કોબીજ મળી શકે તો તે પણ ઉપયોગ માં લેવા)
- 4
તેલ ગરમ થઈ જાય એટલે બટાટાની ચિપ્સ ને મેંદાના બેટર થી કોટ કરી મીડીયમ તાપ પર બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. (ચિપ્સ તળતી વખતે એક એક કરીને કોટેઙ પોટેટોઝની ચીરી ગરમ તેલમાં ઉમેરી ઝારો ફેરવતા જાવ અને પોટેટોઝ એક બીજા સાથે ચોંટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું)
- 5
પોટેટો તળાય જાય એટલે એક વઘારીયા માં ૧ ચમચી તેલ લઈ ગરમ કરો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં સોયા સૉસ, રેડ ચીલી સૉસ અને લીબું નો રસ ઉમેરી ૧ મીનીટ માટે પકાવો.
- 6
ત્યારબાદ એ સોસ ના મિશ્રણ ને તળેલા પોટેટો પર રેડી બરાબર મિક્સ કરી લો જેથી સૉસ પોટેટોઝ પર કોટ થઈ જાય.
- 7
હવે એક કડાઈમાં ૨ ચમચા તેલ ગરમ કરો અને તેમાં જીણું કાપેલું લસણ, ખમણેલો આદુ, ડુંગળી, કોબીજ, વટાણા અને ગાજર ઉમેરી ૫ મીનીટ સાંતળો. છેલ્લે કેપ્સિકમ અને મરી નો ભુક્કો અને જરુર મુજબ નીમક ઉમેરો (આદુ ન હોય અથવા તેનો ઉપયોગ ન કરતા હોઈએ તો ૧/૪ ચમચી સૂંઠ પણ લઈ શકાય)
- 8
બધા વેજીટેબલ જરાક ચડી જાય પછી તેમાં સૉસથી કોટ કરેલા ફ્રાઇડ પોટેટોઝ ઉમેરી બરાબર હલાવી લો. ત્યારબાદ તેમાં ટોમેટો સૉસ ઉમેરી ફરીથી હલાવી લો. જરૂર લાગે તો ચીલી સોસ પણ ફરીથી ઉમેરી શકાય. ટોમેટો સૉસ ઉમેર્યા બાદ ૨ મીનીટ પકાવી ગેસ બંધ કરી દો. (વેજીટેબલ્સ ને ફકત સાંતળીને સળસળાવવા, થોઙા કિ્સ્પી જ રહેવા દેવા)
- 9
ડ્રેગન પોટેટો સ્ટાર્ટર ડીશ તૈયાર છે સર્વિંગ માટે. તો રાહ કોની જોવો છો? ફટાફટ પ્લેટિંગ કરીને ગરમ-ગરમ પીરસી દો.
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ