રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાજમા ને ધોઈ ૮-૧૦ કલાક પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ કૂકરમાં બાફી લો. બફાઈ જાય એટલે તેમાં થી પાણી નિતારી લો.
- 2
સ્ટફિંગ માટે:- એક કઢાઈમાં ઓલિવ ઓઈલ ગરમ કરો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને આદુ લસણની પેસ્ટ ઉમેરીને સાંતળો. ત્યારબાદ સમારેલું કેપ્સીકમ ઉમેરીને સાંતળો. બાફેલા અમેરીકન મકાઈના દાણા અને રાજમા ઉમેરો. સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાઉડર, કાળા મરી પાવડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને ટોમેટો કેચઅપ ઉમેરીને બરાબર મિક્સ કરો. ૧-૨ મિનિટ સુધી થવા દઈ સમારેલી કોથમીર ઉમેરીને મિક્સ કરીને ગેસ બંધ કરવો. સ્ટફિંગ તૈયાર છે.
- 3
ટોમેટો ચીલી સોસ માટે:- સૂકા લાલ મરચાં ને ગરમ પાણીમાં લગભગ ૨૦-૨૫ મિનિટ સુધી પલાળી રાખો. ત્યારબાદ પાણી નિતારી લો અને મિક્સરમાં વાટી તેની પેસ્ટ બનાવી લો. લાલ કેપ્સીકમ ને સમારી સહેજ તેલમાં સાંતળી લો. ટામેટાં ને ઉકળતા પાણીમાં ૩-૫ મિનિટ સુધી બ્લાન્ચ કરી તેની છાલ ઉતારી લો. ટામેટાં થોડા ઠંડા થાય એટલે તેને મિક્સરમાં લાલ કેપ્સીકમ સાથે પીસી પ્યુરી તૈયાર કરો.
- 4
એક કઢાઈમાં ઓલિવ ઓઈલ ગરમ કરો. તેમાં મેંદો ઉમેરી ધીમા તાપે સોનેરી થાય ત્યાં સુધી શેકી લો. હવે તેમાં ધીમે ધીમે લગભગ એક કપ જેટલું પાણી ઉમેરો. સતત હલાવતા રહો જેથી ગઠ્ઠા ન રહે. હવે તેમાં ટામેટા કેપ્સીકમ ની પ્યુરી ઉમેરો. મીઠું, લસણ ની પેસ્ટ, સૂકા લાલ મરચાં ની પેસ્ટ, ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને ખાંડ ઉમેરી મિક્સ કરો. સોસ ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દો. સોસ તૈયાર છે.
- 5
ટોર્ટીલા માટે:- મકાઈના લોટમાં મેંદો, મીઠું, અજમો અને તેલ મિક્સ કરી પાણીથી નરમ કણક બાંધી લો. ૧૫-૨૦ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો. ત્યારબાદ તેમાં થી એક સરખા લૂઆ બનાવી અટામણ લઈ રોટલી વણી લો. રોટલી ને બંને બાજુ ગરમ તવા પર શેકી લો (તેલ કે ઘી વગર). ટોર્ટીલા તૈયાર છે.
- 6
હવે એક ટોર્ટીલા લઈ તેની એક બાજુ થોડું સ્ટફિંગ મૂકી ઉપર થોડી છીણેલી ચીઝ પાથરો અને તેનો રોલ વાળી દો. આ રીતે બધા જ ટોર્ટીલા રોલ્સ તૈયાર કરો.
- 7
બેંકીંગ ડીશ માં તળિયે થોડો સોસ પાથરો. તેની ઉપર તૈયાર કરેલા ટોર્ટીલા રોલ્સ એક બીજા સાથે મૂકો. તેની ઉપર ફરીથી સોસ પાથરો (વધારે પ્રમાણમાં). હવે તેની ઉપર છીણેલી ચીઝ પાથરો. ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો. કેપ્સિકમ ની સ્લાઈસ થી સજાવી પ્રીહીટ કરેલા ઓવનમા ૧૮૦°સે પર ૧૫-૨૦ મિનિટ સુધી બેક કરો. તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ મેક્સિકન બીન એનચિલાડાઝ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ખાટીમીઠી કેરી નુ શાક
#મેગોરેસિપીઝ' આમ કી આમ, ગુઠલિયો કે દામ' . કેરીની દરેક વસ્તુ આપણે ઉપયોગ માં લઇ શકીએ છીએ. કોઈ વાર કેરી પાકવા માં થોડી કચાશ રહી જાય છે અથવા પાકી કેરી થોડી ખાટી હોય તો તેમાંથી સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે જે અહીં રજૂ કરું છું. Purvi Modi -
-
-
ચાઈનીઝ મિર્ચી ભજીયા (Chinese Mirchi Bhajiya Recipe In Gujarati)
#CulinaryQueens#ફ્યુઝનવીક Purvi Modi -
-
મિક્સ ભરેલું શાક
#શાકઆ શાકને મેં માઈક્રો વેવ માં બનાવ્યું છે. ઝડપથી બની જાય છે અને મસાલો તળિયે ચોંટી જવાનો ભય રહેતો નથી. Purvi Modi -
-
બેસન પોળી
#ચણાનોલોટ/બેસનમાંથીબનતીવાનગીખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ પોળી નુ પૂરણ ૧૫-૨૦ દિવસ સુધી સંગ્રહ કરી શકો છો. Purvi Modi -
-
-
-
ચીઝ અને મકાઈ ના ફ્રીટર્સ
#goldenapronજલ્દી બની જાય છે અને ટેસ્ટી પણ છે, મકાઈ ને કટર થી ક્રશ કરેલી છે છીણવી નહીં Minaxi Solanki -
-
-
-
પીઝા પુરી
#GujaratiSwad#RKS#પીઝા પુરી#સ્વપ્નલ શેઠ#૨૨/૦૩/૧૯મેંદા વગર પીઝા જેવો જ ટેસ્ટ અને બાળકો નાં નાસ્તા માટે હેલ્ધી અને ટેસ્ટી પીઝા પુરી. Swapnal Sheth -
-
તીખો ખીચડો
#શિયાળાતીખો ખીચડો ખાસ શિયાળામાં બનાવવામાં આવતી વાનગી છે. જેમાં લગભગ દરેક પ્રકારના મરી મસાલા નો ઉપયોગ થાય છે. ચોખા અને બધીજ દાળ ઉમેરીને બનાવવામાં આવે છે તેથી પૌષ્ટિક પણ છે. ઘણી બધી સામગ્રી ની જરૂર પડે છે પરંતુ પરિણામ પણ તેટલું જ સ્વાદિષ્ટ છે. દરેક સામગ્રી ઘરમાં જ પ્રાપ્ય હોય તેવી છે. આ ખીચડા ને કઢી, પાપડ, પાપડી ના દાણા અને રીંગણ ના શાક સાથે પીરસવા માં આવે છે. Purvi Modi -
-
-
More Recipes
ટિપ્પણીઓ