સ્ટફડ મોનેકો સેવપુરી વ્હીલસ

#ભરેલી આજે મે એક અલગ રીત થી સેવ પુરી બનાવવા ની ટ્રાઇ કરી છે જે બાળકો થી લઈ મોટા બધાને ભાવે અેવી આ રેસીપી જે કોઇ પાર્ટી માં સ્ટાર્ટર તરીકે મુકી શકાય છે.આ એક રેસસીપી ને બર્થ ડે પાર્ટી હોય કે કીટી પાર્ટી કે ગેટ ટુ ગેધર બધે આ મોનેકો સેવપુરી વ્હીલસ.મુકી શકાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં બાફેલા બટેકાને મેશ કરી લો. અને બીજી સાઈડ ટમેટા, કાંદા ને બધુ કાપી ને સાઈડ પર મુકો.
- 2
હવે તેમા બારીક સમારેલ કાંદા ટમેટા અને કેપ્સીકમ નાખી મીક્સ કરી લો.
- 3
હવે તેમા લીલી ચટણી, ખજૂર આમલી ની ચટણી અને લસણ ની ચટણી નાખી લો અને બરાબર સ્પેટ્યૂલા ની મદદથી મીક્સ કરી લો.પછી તેમા ચાટ મસાલો, મીઠુ નાંખી બરોબર હલાવી લો.અને આ સ્ટફીંગ બનાવી ને સાઇડ પર મૂકી દો.
- 4
હવે એક ડીશ મા મોનેકો બીસ્કીટ લો અને અને તેના પર બનાવેલ સ્ટફીંગને ચમચી વડે મૂકી લો.
- 5
હવે તેના પર બીજૂ મોનેકો ગોઠવી સેવ થી રોલ કરી લો.અને આ રીતે બીજા મોનેકો સેવ પૂરી રેડી કરો
- 6
હવે બીજા પણ આ રીતે રેડી થઇ જાય એટલે સર્વીંગ પ્લેટ માં સર્વ કરો
- 7
તો રેડી છે મોનેકો સેવ પૂરી તરત જ બનાવી સર્વ કરવા.
- 8
નોંધ
આ મોનેકો સેવ પૂરી ખાવાના સમય પર જ બનાવૂ નહી તો હવાઈ જશે.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ