પોલ્કા ડોટ સ્વિસ રોલ

Safiya khan
Safiya khan @cook_12364620
Vapi

#નોનઇન્ડિયન
/એક યુરોપિયન ડેઝર્ટ છે,જે દરેક વયજુથના લોકોને ભાવે છે.

પોલ્કા ડોટ સ્વિસ રોલ

#નોનઇન્ડિયન
/એક યુરોપિયન ડેઝર્ટ છે,જે દરેક વયજુથના લોકોને ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1/3 કપમેંદો
  2. 3ઈંડા(સફેદ અને પીળો ભાગ જુદો કરી લેવો)
  3. 1/3 કપખાંડ
  4. 3 મોટી ચમચીતેેેલ
  5. 1 નાની ચમચીવેનીલા એસેન્સ
  6. 1/4 નાની ચમચીમીઠુ
  7. ફીલિંગ માટે
  8. 1/2 કપવ્હિપ ક્રીમ
  9. 1 મોટી ચમચીદળેલી ખાંડ
  10. 1 નાની ચમચીવેનિલા એસેન્સ
  11. લાલ, લીલો અને પીળો રંગ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સ્વિસ રોલ ટ્રે ને માખણ અથવા તેલથી ગ્રીસ કરો, તેના પર પાચમેન્ટ પેપર ગોઠવો તેને પણ ગ્રીસ કરો. અવન ને 180 ડિગ્રી પર પ્રી હિટ કરો.

  2. 2

    ખાંડ અને ઈંડાનો સફેદ ભાગ ને સ્ટીફ પિક થાય ત્યાં સુધી બીટ કરો.

  3. 3

    એક એક કરી ઈંડાની જરદી ઉમેરી ફરી બીટ કરતા જાઓ.વેનીલા એસેન્સ ઉમેરો.

  4. 4

    મેંદામાં મીઠું ઉમેરી ચાળી લઈ ખાંડ ઇંડાના મિશ્રણ માં ઉમેરો. હળવા હાથે ફોલ્ડ કરો. ખીરું તૈયાર છે.

  5. 5

    2-2 મોટી ચમચી ખીરું બે જુદી જુદી વાટકી માં કાઢો. તેમાં અનુક્રમે લાલ અને પીળો રંગ ઉમેરો. અને બે પાઈપિંગ બેગ મા ભરી દો.

  6. 6

    વધેલા બાકીના ખીરામાં લીલો રંગ ઉમેરી મિશ્ર કરો.

  7. 7

    ઓવન ને 180 ડિગ્રી પર 10 મિનિટ પ્રિહિટ કરો.

  8. 8

    પાચમેન્ટ પેપર વાળી ટ્રે પર લાલ રંગ ના ખીરાવાળી પાઈપિંગ બેગ થી થોડા થોડા અંતરે મોટા ગોળ કરો.

  9. 9

    તેના ઉપર તરત જ પીળા રંગના ખીરાવાળી પાઈપિંગ બેગ થઈ નાના ગોળ કરો.

  10. 10

    ઓવન માં મૂકી 5 મિનિટ 180 ડિગ્રી પર બેક કરી કાઢી લઈ ઠંડુ કરો.

  11. 11

    હવે લીલા રંગ ના ખીરાવાળું મિશ્રણ બેક કરેલ પારચમેન્ટ પેપર વાળા ગોળ પર બરાબર સરખી રીતે ફેલાવી દો.

  12. 12

    અવન ને ફરી 180 ડિગ્રી પર 10 મિનિટ પ્રિહિત કરી ટ્રે ગોઠવો. અને 15 થી 20 મિનિટ બેક કરો. અથવા અંદર છુરી નાખીને જુઓ, જે એકદમ સાફ નીકળે તો કેક તૈયાર છે. કેક ને ઠંડુ કરો.

  13. 13

    વહીપ ક્રીમ માં દળેલી ખાંડ અને વેનીલા એસેન્સ ઉમેરી બમણું થાય ત્યાં સુધી ફેંટો.

  14. 14

    થનદા પડેલા કેક પર વહીપ ક્રીમ બરાબર ફેલાવી પારચમેન્ટ પેપર ની મદદ થી રોલ કરો.

  15. 15

    આ સ્થિતિમાં કેક એમજ 1 કલાક મૂકી રાખો પછી પારચમેન્ટ પેપર કાઢી 2 કલાક ફ્રિજ માં મૂકી કટકા કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Safiya khan
Safiya khan @cook_12364620
પર
Vapi
I m science graduate, started loving cooking at 19 .. like to cook food from whatever is in my kitchen.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes