રેસ્ટોરન્ટ સ્ટાઈલ મનચાઉ સૂપ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નૂડલ્સ ને ૮૦ % બાફી ઠંડા થાય એટલે જરાક કોર્ન ફ્લોર માં રગદોળી તેને ગરમ તેલ માં તળી લેવા.
- 2
હવે કડાઈ માં તેલ અને આદું મરચા સાંતળી લેવા. ત્યારબાદ સુધારી ને રાખેલ ગાજર, કેપ્સિકમ, કોબીજ બધું ઉમેરી ફાસ્ટ સ્ટવ પર ૨ મિનિટ સાંતળવું.
- 3
હવે તેમાં મીઠું, મરી નો ભૂકો ઉમેરી મિક્સ કરી લેવું. તેમાં સોયાસોસ, કેચપ, રેડ ચીલી સોસ બધું ઉમેરી મિક્સ કરી તેમાં ૩ કપ જેટલું પાણી ઉમેરવું.
- 4
તેને ૫ મિનિટ ઉકાળી ૧ વાટકી માં ૧/૪ કપ પાણી લઈ તેમાં ૧ ચમચો કોર્ન ફ્લોર ઓગાળી સૂપ માં ઉમેરી ૨ મિનિટ સ્ટવ પર રાખી ઉતારી લેવું.
- 5
હવે તેમાં તળેલા નૂડલ્સ ઉમેરી ગરમ ગરમ સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10351955

















ટિપ્પણીઓ