રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1 ટી સ્પૂન: બેકિંગ પાવડર
  2. 250 ગ્રામ: ફરાળી મિક્ષ લોટ
  3. 2 ટેબલ સ્પૂન: ઘી નું મોણ
  4. 4 ટેબલ સ્પૂન: મોળુ દહીં
  5. 300 ગ્રામ: ઘી (તળવા માટે)
  6. 2વાટકી : ખાંડ (ચાસણી માટે)
  7. ગાર્નિશીંગ માટે :
  8. પિસ્તા,કેસર, ઈલાયચી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફરાળી લોટ લઈ તેમાં 2ચમચા ઘી નું મોણ નાખવુ મિક્સ કરીએ તો બ્રેડ ના પાવડર (બ્રેડ કરમ્પસ) જેવું થાય તેટલું મોણ નાખવું. પછી બેકિંગ પાવડર નાખી ફરીથી મિક્ષ કરવું. જરૂર મુજબ મોળું દહીં નાખી કડક ભાખરી જેવો લોટ બાંધવો.(પાણી નો ઉપયોગ લોટ બાંધવા કરવો નહીં).આ લોટ ને 2 કલાક રેસ્ટ આપવો.આ લોટ માંથી મોટા લીંબુ જેવડા ગોળા વાળી લુવા બનાવો. ત્યાર બાદ સહેજ દબાવી વચ્ચે અંગુઠા થી ખાડો પાડવો.
    ફરી 1/2 કલાક રેસ્ટ આપવો.
    એકદમ ધીમા તાપે ઘી માં તળી લો.

  2. 2

    ખાંડ ની એક તાર ની ચાસણી બનાવો.
    તૈયાર કરેલ બાલુશાહી ને 15 થી 20 મિનિટ ચાસણી માં નાખી ને કાઢી લો.
    ઉપર પિસ્તા, કેસર અને ઈલાયચી થઈ ગાર્નિશ કરો.
    1 દિવસ પછી સર્વે કરો તો ચાસણી સરસ ચઢી જશે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

Similar Recipes