શાહી પનીર
#goldenapron3
#week13
#paneer
હેલો, કેમ છો ? મેં બે દિવસ પહેલા પનીર બનાવી રાખેલ .
કાલે થયું કે ચલો કંઈક નવું બનાવી જમીએ.
કાલે મે શાહી પનીર બનાવ્યું હતું, સાથે લચ્છા નાન બનાવી .
છાશ, પીકલ અને લચ્છા ડુંગળી સાથે જમવાની બહુ મજા આવી.
શાહી પનીર
#goldenapron3
#week13
#paneer
હેલો, કેમ છો ? મેં બે દિવસ પહેલા પનીર બનાવી રાખેલ .
કાલે થયું કે ચલો કંઈક નવું બનાવી જમીએ.
કાલે મે શાહી પનીર બનાવ્યું હતું, સાથે લચ્છા નાન બનાવી .
છાશ, પીકલ અને લચ્છા ડુંગળી સાથે જમવાની બહુ મજા આવી.
રાંધવાની સૂચનાઓ
- 1
પનીર બનાવવા માટે, એક લિટર દૂધ ગરમ કરો.એક ઊભરો આવે એટલે ગેસ બંધ કરો.
એમાં તરત જ ત્રણ ચમચી લીંબુનો રસ નાખી બે કલાક એમ જ રહેવા દો.
પછી જોઇને પનીર એક મલમલ ના કકડા માં કાઢી, પાણી માટે નીચે ઞરણી રાખી સેટ થવા ત્રણ કલાક રાખો. જો તમારે મસાલા પનીર જોઇતું હોય તો જ્યારે પનીર સેટ થવા મૂકો ત્યારે જ તે મસાલા તેમાં નાખી દેવા,જેમ કે કસૂરી મેથી પનીર જોઈએ છે તો ત્યારે જ કસૂરી મેથી અને નમક નાખો. એવી જ રીતે ગરમ મસાલા વાળુ વગેરે બનાવી શકાય.અહીં મે ફક્ત નમક પનીર લીધું છે. - 2
શાહી પનીર બનાવવા માટેની રીત: સૌ પ્રથમ કડાઈમાં તેલ મૂકી,તરત જ ઘી નાખો,તેલ-ઘી થઈ જાય એટલે તમાલપત્ર અને જીરું નાખો, પછી તજ,લવિંગ,એલચી, કાળા મરી વાટીને એટલે કે ભૂકો કરીને નાખો.
પછી ડુંગળી, કાજુ,મરચાં પીસીને બનાવેલી પેસ્ટ નાખો.
દસેક સેકન્ડ થવા દો,ડુંગળી આછી ગુલાબી થવા દો.
એમાં આદુ લસણની પેસ્ટ નાખો,થોડી વાર હલાવો.
હવે લાલ મરચું પાવડર,મીઠું, ગરમ મસાલો નાખી બધું સરસ મીક્સ કરો. - 3
હવે ટમેટાં પીસીને તૈયાર કરેલ પ્યૂરી નાખો.ટમેટાં નું પાણી બળી જાય એટલે દહીં નાખો,સરસ હલાવતા જાવ ગેસ મધ્યમ ફ્લેમ રાખો.
દહીં નુ પાણી બળે એટલે મલાઈ નાખો.
બધું મીક્સ કરતાં કરતાં દૂધ ઉમેરો.દૂધ ઉમેર્યા પછી સતત હલાવો નહીતર દૂધ ફાટી જશે. એક મિનિટ સુધી હલાવી પછી પહેલા થી શેલો ફ્રાય કરેલું પનીર ઉમેરો.
૫-૭ મિનિટ લો ફ્લેમ પર શાક થવા દો.
હવે ઞેસ બંધ કરી પાંચ મિનિટ રહેવા દો પછી ગરમાગરમ પીરસો. - 4
નાન બનાવવાની રીત:
૨ નાની ચમચી બેકિંગ પાવડર નાખીને નવશેકા પાણી થી લોટ બાંધી,ચાર કલાક રહેવા દો, ત્યારબાદ લચ્છા વાળીને નાન બનાવો ઉપરથી કોથમીર,મેથી કાળા તલ,સફેદ તલ જે આપની પસંદ હોય તે ભભરાવી, નાન ઘી,તેલ પસંદ પ્રમાણે લગાવી શેકો.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ