આલુ-પાલક અને પરોઠા

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#માઈલંચ
સ્વાદિષ્ટ એને લોકપ્રિય પંજાબી વાનગી છે.ઞટપટ અને ઓછી સામગ્રી માંથી બનાવેલ છે.

આલુ-પાલક અને પરોઠા

#માઈલંચ
સ્વાદિષ્ટ એને લોકપ્રિય પંજાબી વાનગી છે.ઞટપટ અને ઓછી સામગ્રી માંથી બનાવેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. આલુ પાલક સબ્જી માટે સમાગ્રી:
  2. ૧ મોટી ઝુડી પાલક ભાજી
  3. ૧૬ નાના બટાટા
  4. ૧ ડુંગળી સમારેલી
  5. ૨ લીલા મરચા
  6. ટુકડો૧" આદુ નો
  7. ૨ ટેબલ સ્પૂન ઘી
  8. ૧ ટી સ્પૂન જીરું
  9. ૧ ટી સ્પૂન ગરમ મસાલો
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૧/૨ લીંબુ
  12. પરોઠા બનાવવા માટે સમાગ્રી
  13. ૨ કપ ઘઉંનો લોટ
  14. ૩ ટેબલ સ્પૂન તેલ મોણ માટે
  15. મીઠું સ્વાદાનુસાર
  16. ધી સાંતળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નાના બટાટા ને ૧૦ મિનિટ સુધી મીઠા વાળા પાણી માં પલાળી રાખો. પછી પ્રેશર કુકરમાં ૪ સીટી વગાડી ને બાફી લો. ઠંડા થાય એટલે છાલ ઉતારી અને બાજુ પર મૂકો.

  2. 2

    પાલક ની ભાજી ને ગરમ પાણી માં ઘોઈ અને એક વાસણમાં નાખી ને પાણી ઉમેરી ગેસ પર બાફી લો. પાણી નિતારી લો.

  3. 3

    મિક્ષ્ચર જાર માં સમારેલી ડુંગળી, લીલા મરચા ના ટુકડા, આદુ, બાફેલી પાલક ભાજી નાખી ને પીસી લો.

  4. 4

    એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં જીરું નો વઘાર કરી તેમાં નાના બટાટા નાખી ને ૨-૩ મિનિટ સાંતળો.

  5. 5

    એમાં પીસેલી ડુંગળી- પાલક ની મિશ્રણ ઉમેરીને, મીઠું અને ગરમ મસાલો નાખી ને મિક્સ કરી ને ૫ મિનિટ સુધી પકાવો.

  6. 6

    પરોઠા માટે.. એક વાસણમાં ઘઉં નો લોટ માં તેલ નું મોણ નાખીને, મીઠું ઉમેરી, મિક્સ કરી, પાણી સાથે પરોઠા માટે લોટ બાંધવો. ૧/૨-૧ કલાક ઢાંકીને રહેવા દો. લુઆ બનાવી અને નાની પૂરી વણી એના ઉપર ઘી લગાડી ઉપર ઘઉં નો લોટ છાંટી, બે વખત ફોલ્ડ કરી,ત્રીકોણ આકાર ના પરોઠા વણી લો. ગરમ તવા પર ધી નાખી ને બન્ને સાઈડ શેકી લો.

  7. 7

    ગરમાગરમ સ્વાદિષ્ટ આલુ- પાલક, પરોઠા, તાજુ કેરી નું અથાણું સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

ટિપ્પણીઓ

Similar Recipes