ફરાળી ચેવડો

#લોકડાઉન
#goldenapron3
#weak11.#poteto . આજે અગિયારસ છે તો આ ચેવડો મે ઇન્સ્ટન્ટ બનાવ્યો છે. મે આમાં ચિંધવ મીઠું નથી નાખ્યું તમે ખાતા હોવ તો નાખજો વધારે ટેસ્ટી લાગે છે.
ફરાળી ચેવડો
#લોકડાઉન
#goldenapron3
#weak11.#poteto . આજે અગિયારસ છે તો આ ચેવડો મે ઇન્સ્ટન્ટ બનાવ્યો છે. મે આમાં ચિંધવ મીઠું નથી નાખ્યું તમે ખાતા હોવ તો નાખજો વધારે ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ની છાલ ઉતારી લો પછી એને એક મોટી છીણ પડે એવી છીણી થી છીણી લો. હવે બધીછીણ ને ૪ વાર પાણી બદલી ને ખુબજ સારી રીતે ધોઈ લો. હવે નિતારી ને એક કપડાં પર પાથરી એકદમ કોરી કરી લો.
- 2
છીણ એકદમ કોરી થાય એટલે એક પેન માં તેલ ગરમ કરવા મૂકો. તેલ એકદમ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી થોડી છીણ નાખો ઉભરો જેવો આવશે. એ ઉભરો બેસી જાય અને કતરણ ઉપર આવે ત્યારે જ એમાં ચલેથી કે ઝારો વડે ફેરવો. થવા દો. ઝારો મારતા અવાજ આવશે એટલે ખબર પડે કે ક્રિસ્પી થય ગય છે. બસ ત્યારે જ બહાર કાઢી ટિસ્યુ પેપર પર મૂકો. બધી આજ રીતે તળી લો.
- 3
હવે શીંગ દાણા પણ તળી લો. પછી ગેસ બંધ કરી લીમડા ના પાન તેલ માં નાખી તરત કાઢી લ્યો. હવે એક ડીશ માં બધું લય એમાં ખાંડ અને મ રી પાવડર નાખી બરાબર મિક્સ કરી લો. તમે કાજુ કે દ્રાક્ષ પણ ઉમેરી શકો છો. બસ તો હવે સર્વ કરો. આ ચેવડો બનાવી ને રાખી પણ શકાય.
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (11)