રીંગણ બટાટા નું ચટાકેદાર શાક

dharma Kanani
dharma Kanani @cook_19737958
જામ ખંભાળિયા
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગ મોટું રીંગણ
  2. ટુકડા૨ નંગ બાફેલા બટાટા ના
  3. ટુકડા૨ નંગ ટામેટા ના
  4. ૫ ટે. સ્પૂન તેલ
  5. ૧ ટી. સ્પૂન રાઈ જીરું
  6. ૧ ટી. સ્પૂન હળદર
  7. ૧ ટી. સ્પૂન કાશ્મીરી મરચું પાઉડર
  8. ૧ ટી. સ્પૂન લાલ મરચું પાઉડર
  9. ૧/૨ ટી. સ્પૂન હિંગ
  10. ૧ ટી. સ્પૂન ખાંડ
  11. ૨ ટે. સ્પૂન ધાણજીરુ પાઉડર
  12. ૨ ટે. સ્પૂન ચણા નો લોટ
  13. ૨ ટે. સ્પૂન સિંગદાણા અધકચરા વાટેલા
  14. મીઠું સ્વાદાનુસાર
  15. લીમડાના પાન
  16. કોથમીર સમારેલી
  17. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરો અને તેમાં રાઈ જીરુ નો વઘાર કરો. ત્યાર બાદ તેમાં સિંગદાણા વાટેલા, લીમડાના પાન, ટામેટા ના ટુકડા ઉમેરો. અને બધા જ મસાલા પણ ચણા ના લોટ સિવાય. ૧/૪ કપ પાણી ઉમેરી ઢાંકી દો અને ચડવા દો.

  2. 2

    હવે તેમાં રીંગણના ટુકડા ઉમેરી દો. ઢાંકી દો ફરી થી. ચડવા દો. ૮/૧૦ મિનીટ પછી તેમાં ચણા નો લોટ ઉમેરી દો. બરાબર મિક્સ કરી હલાવી લેવું. અને બટાટા ના ટુકડા કોથમીર પણ ઉમેરી દો.

  3. 3

    બરાબર મિક્સ કરી ૨ મિનીટ ધીમા તાપે રાખવું. તૈયાર છે ખૂબ જ સરળ સંભરીયા જેવું રીંગણ નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
dharma Kanani
dharma Kanani @cook_19737958
પર
જામ ખંભાળિયા
I love cooking😊
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes