મેથી ની ઢોકળી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ની ભાજી ૨-૩ વાર પાણી થી ધોઈ લો ત્યાર બાદ તેને સમારી લો. હવે એક બાઉલ માં બેસન ઘઉં નો લોટ અને મેથી ની ભાજી મિક્સ કરો.
- 2
હવે તેમાં હળદર, ધાણા જીરું,લાલ મરચું પાઉડર, ગરમમસાલો,નિમક,ખાંડ,લીંબુ,તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 3
હવે તેમાં ૫-૬ ટી સ્પૂન પાણી ઉમેરી લોટ બાંધી લો. લોટ વધારે ઢીલો કે વધારે કડક ના બાંધવો.
- 4
હવે તેને ૧૦ મિનિટ ઢાંકી ને રાખી દો. ત્યાર બાદ તેમાંથી નાના નાના ઢોકળી માટે બોલ્સ બનાવી લો. હથેળી માં વજન આપીને બોલ્સ ના વાળો. તેને મિડીયમ ફલેમ પર તળી લો.
- 5
ગોલ્ડન બ્રાઉન કલર ની થાય ત્યા સુધી તળો. જો ઢોકળી સ્ટોર કરવી હોય તો તળાય જાય એટલે પેપર નેપકીન મા રાખી દો જેથી વધારાનું તેલ સોસાય જાય.
- 6
તૈયાર છે મેથી ની ઢોકળી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12025759















ટિપ્પણીઓ