સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને ૩ થી ૪ કલાક પલાળી લો અને બટેટા બાફી લો અને સિંગદાણાનો ભૂકો કરી નાખો
- 2
હવે બાફેલા બટેટાની છાલ ઉતારી તેને સુધારી લો ટમેટા સુધારેલો મરચું સુધાર્યું આદુને ખમણી લો અને ખીચડી બનાવવા માટેની બધી સામગ્રી ભેગી કરી લો
- 3
હવે એક તપેલીમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં શેકેલુ જીરું નાખી બટેટા વધારો તેમાં ટમેટુ મરચું નાખી હળદર ચટણી મીઠું ખાંડ નાખી અને ત્યારબાદ તેમાં પલાળેલા સાબુદાણા નાખી નાખી થોડી વાર ચઢવા દો હવે તેમાં સીંગદાણાનો ભૂકો નાખી હલાવો અને ગેસ બંધ કરી દો તપેલું ઢાંકી દો અને ખીચડીને સીઝવા દો
- 4
તો ખીચડી તૈયાર છે તેને ધાણાભાજી થી સજાવો અને આ ખીચડીમાં મારી મમ્મી બેસ્ટ બનાવે છે અને હું એમની પાસેથી શીખી છું માટે મે અત્યારે મૂકી છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12137779














ટિપ્પણીઓ