મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)

Rekha Rathod
Rekha Rathod @Rekha_22977120
અંજાર

#મે
મહારાષ્ટ્ર નું ફેવરિટ સ્ટ્રીટ ફૂડ એટલે મિસલ. તેને બનાવા માટે કઠોર નો ઉપયોગ કરવામાં આવે છે. અને પાવ સાથે સર્વ કરાય છે.
મિસલ બનાવા માટે તેનો મસાલો અને તરી ખૂબ મહત્વ ની ભૂમિકા ભજવે છે.

મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#મે
મહારાષ્ટ્ર નું ફેવરિટ સ્ટ્રીટ ફૂડ એટલે મિસલ. તેને બનાવા માટે કઠોર નો ઉપયોગ કરવામાં આવે છે. અને પાવ સાથે સર્વ કરાય છે.
મિસલ બનાવા માટે તેનો મસાલો અને તરી ખૂબ મહત્વ ની ભૂમિકા ભજવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25મિનિટ
3 સર્વિંગ્સ
  1. મિસલ મસાલો બનાવા માટે ની સામગ્રી
  2. 2ચમચા સૂકું નારિયેળ નું ખમણ
  3. 4 નંગલવિંગ, મરી
  4. 5દાણા સૂકીમેથી
  5. 3 નંગતજ
  6. 2આખા લાલ મરચાં
  7. 1 ચમચીજીરું
  8. 1 ચમચીઆખા ધાણા
  9. 3આદુ ના ટુકડા
  10. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. મિસલ માટે ની સામગ્રી
  13. 3ચમચા તેલ
  14. 1બૉઉલ મગ
  15. મીઠું
  16. 2બાઉલ પાણી
  17. 2 નંગડુંગરી
  18. 2 નંગટામેટા
  19. 4કરી લસણ
  20. 1 ટુકડોઆદુ
  21. કોથમીર
  22. મિસલ તરી બનાવા માટે ની સામગ્રી
  23. 1ચમચો તેલ
  24. 1 ચમચીકાશ્મીરી મરચું
  25. 1ગ્લાશ પાણી
  26. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

25મિનિટ
  1. 1

    મિસલ મસાલો બનાવો. લો ફ્લેમે પર બધા મસાલા સેકી લ્યો. ઠંડા પડ્યા બાદ મિક્સી માં પીસી લાઈસુ તેમાં લાલમારચુ પાઉડેર અને મીઠું નાખીસું.

  2. 2

    સૌપ્રથમ કુકર માં ફણગાવેલા અથવા તો પલરેલા મગ ની એક સિટી કરાવી લેવી.(બીજા કઠોર પણ એડ કરી શકાય છે)

  3. 3

    એક પેન માં 1 ચમચી તેલ ગરમ કરીશુ. તેમાં સુધારેલા ડુંગરી,ટમેટા,આદું અને લસણ ની કણી એડ કરી સેકી લાઈસુ. 3થી4 કરી નારીયેલી ની નાખીસું. આ મસાલા ની ગ્રેવી બનાવી લેસુ.

  4. 4

    પેન લેશુ તેમાં 2 ચમચા તેલ લઈશુ. રાય જીરું,કરિપતા અને ચપટી હિંગ એડ કરશુ. ગ્રેવી એડ કરીશુ. ગ્રેવી માંથી તેલ છૂટું પડે એટલે બાફેલા મગ નાખીસું. ત્યાર પછી મિસલ મસાલો નાખીશું. મીઠું સ્વાદ અનુસાર. 5મિનિટ ચડવા દેસુ. ગેસ બંધ કરી દઈસુ. મિસલ તૈયાર છે.

  5. 5

    મિસલ માટે ની તરી બનાવસુ. એક પેન માં 1 ચમચી તેલ લઈસુ તેમાં મરચું એડ કરીશુ. હવે પાણી નાખી ઉકારી લેસુ મીઠું એડ કરશુ. ગેસ ની ફ્લેમ ઓફ કરીશુ. તૈયાર છે તરી.

  6. 6

    તરી ને રેડિ કરેલા મિસલ માં એડ કરી કોથમીર થી ગાર્નિસિંગ કરશુ.

  7. 7

    તૈયાર છે મિસલપાવ.

  8. 8

    તેને પાવ, ચવાનું, મીઠી- તીખી ચટણી, જીની સમારેલી ડુંગરી,ટમેટા અને લીંબુ સાથે સર્વ કરીશુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Rathod
Rekha Rathod @Rekha_22977120
પર
અંજાર

ટિપ્પણીઓ

Similar Recipes