કોર્ન સબ્જી વીથ તીલ પરાઠા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ લો તેમાં તલ મીઠું અને ધાણા ભાજી નાખી લોટ બાંધો અને તેમાં મોણ નાખી કુણવો હવે તેને 10 થી 15 મિનિટ રાખી મૂકો
- 2
સૌપ્રથમ મકાઈને એક કુકરમા સીટી એક વગાડી બાફી લો ત્યાર બાદ તેમાંથી પાણી નીતારી લેવું નહીં અને અડધી ચમચી જેટલું મીઠું નાખી દેવું હવે ગ્રેવી માટે બધી સામગ્રી ભેગી કરવી હવે એક કડાઈમાં બે ચમચી જેટલું તેલ મૂકી અને તેમાં તજ લવિંગ એલચી બાદિયા વઘારો ત્યારબાદ તેમાં ડુંગળી અને ટમેટા વઘારી પાંચથી દસ મિનિટ રહેવા દેવું
- 3
હવે વઘારેલો ગ્રેવી માટે નો મસાલો એક મિક્સરમાં ક્રશ કરી લો અને ત્યારબાદ સબજી બનાવવા માટેની સામગ્રી એકઠી કરી લો
- 4
હવે એક બાઉલમાં તેલ ગરમ મૂકો ત્યારબાદ તેમાં ચપટી હિંગ મૂકી અને ગ્રેવી નો વઘાર કરો ત્યારબાદ તેમાં મસાલો હળદર ચટણી મીઠું ગરમ મસાલો નાખવો અને આઠથી દસ મિનિટ હલાવો હવે ઘટ દેખાય એટલે તેમાં ૨ ચમચી માખણ એડ કરવું તેમાં હવે મકાઈ ઉમેરી થોડીવાર ઢાંકી બે મિનિટ રહેવા દેવું સબ્જી વ્યવસ્થિત ચડી જાય એટલે તેમાં ૨ ક્યુબ ચીઝ ના ખમણી અને નાખી દેવા તેમાં સજાવટ માટે ધાણાભાજી નાખવી
- 5
હવે પછી તૈયાર છે તો તેને તલ ના પરોઠા સાથે ગરમાગરમ પીરસો સાથે સલાડ પાપડ પણ પીરસો તો તૈયાર છે કોર્ન સબ્જી વિથ તીલ પરાઠા
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (2)