છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)

bhuvansundari radhadevidasi @cook_17554836
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉં નો લોટ, મેંદો, (જેને મેંદો જરા પણ વાપરવો ના હોય તે ઘઉં નો લોટ જ વાપરી શકે છે) રવો અને મીઠું લેવું. હવે તેમાં દહીં, તેલ અને બેકિંગ સોડા (એક વાત ખાસ ધ્યાન રાખવી કે બેકીંગ સોડા વર્ષો જૂનો ના હોવો જોઈએ કે જેની તારીખ જતી રહી હોય) ઉમેરી હૂંફાળા ગરમ પાણી થી પરોઠા જેવો લોટ બાંધવો.
- 2
હવે લોટને અડધા કલાક માટે ભીના કપડાં થી ઢાંકી રાખી દેવો. હવે લોટ ને સરખો કરી તેના લુવા કરી બહુ જાડા પણ નહીં અને પતલા પણ નહીં એવા ભટુરે વણવા.
- 3
હવે ગરમ તેલ માં તળી લેવા. ગરમા ગરમ છોલે સાથે સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12277068












ટિપ્પણીઓ (9)