પનીર કોર્ન કેપ્સીકમ સબ્જી
#goldenapron 3 # week 16
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે આદુ-લસણ-મરચાંની પેસ્ટ નાખવી પછી ડુંગળીની પેસ્ટ નાંખવી તેને તેલ છૂટે ત્યાં સુધી ચડવા દેવું ત્યાર પછી ટામેટાની પેસ્ટ એડ કરવી ત્યાર પછી હલાવી લેવું
- 2
તેમાં કાજુ મગતરી પેસ્ટ એડ કરવી પછી લાલ મરચું પાવડર હળદર ધાણાજીરૂ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવું ત્યાર પછી સરખું હલાવી લેવું પછી તેમાં પંજાબી મસાલો અને છોલે પંજાબી મસાલો નાખીને હલાવી લેવું
- 3
ત્યાર પછી ટમેટો કેચપ એડ કરવું પછી તેમાં કિચન કિંગ મસાલો એડ કરવો ત્યાર પછી તેમાં મલાઈ એડ કરવી પછી સરખું હલાવી લેવું પછી તેમાં બાફેલી મકાઈ કટ કરેલા કેપ્સીક કટ કરેલું પનીર એડ કરવું સરખું હલાવી લેવું
- 4
ત્યાર પછી તેમાં બટર એડ કરવું પછી તેને તેલ છૂટે ત્યાર સુધી ધીમા ગેસ પર ચડવા દેવુ તૈયાર છે આપણું પનીર કોર્ન કેપ્સીકમ સબ્જી
- 5
હવે તેને ચીઝ અને ટામેટાની સ્લાઈસ સાથે ગાર્નિશિંગ કરવું
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ