વેજ અપ્પમ(veg appam recipe in Gujarati)

#મોમ
મારી 19 મહીના ની ઢીંગલી ને વેજ અપ્પમ ખૂબ જ ભાવે છે.તેમા આપણે આપણા પસંદ મુજબ શાકભાજી ઉમેરી શકીએ છીએ અને બાળકો માટે પણ પ્રોષ્ટિક .શાકભાજી ના ખાતા હોય તો પણ બાળકો હોંશે હોંશે ખાઈ. તો મે આજે મારી દીકરી માટે વેજ અપ્પમ બનાવ્યા.ઓછા તેલ મા બની જાય છે અને હેલ્ધી, પ્રોષ્ટિક અને ટેસ્ટી અપ્પમ.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક બાઉલ મા રવો લઈ છાશ તથા જરૂર મુજબ પાણી ઉમેરી બિટરથી બરાબર મિકસ કરી ખીરૂ ત્યાર કરી 1 કલાક ઢાકીં ને મુકી રાખો.
- 2
હવે કલાક બાદ ખીરામાં સરસ આથો આવી ગયો છે.
- 3
હવે એક પેન મા 2 મોટી ચમચી તેલ ગરમ મુકવુ પછી તેમા રાઈ તથા હીંગ ઉમેરવી ત્યાર બાદ ઝીણા સમારેલ શાકભાજી ઉમેરવા.
- 4
હવે તેમા ચટણી,હળદર,ધાણાજીરૂ તથા આદુમરચા ની પેસ્ટ તથા મીઠું ઉમેરી બરાબર મિકસ કરી 5 મિનિટ સુધી શાકભાજી ને ચડવા દો.શાકભાજી ચડી જાઈ એટલે તેને ને ખીરા મા ઉમેરી બરાબર મિકસ કરી તેમા કુકીંગ સોડા તથા જરૂર મુજબ પાણી એડ કરી ખીરૂ ત્યાર કરી લેવુ.હવે તેમા ઘાણા ઉમેરો.
- 5
અપ્પમ પેન મા તેલ લગાવી ચમચી ભરીને ખીરૂ ઉમેરો ત્યાર પછી તેને થોડીવાર ઢાંકી દો પછી એક બાજુ ચડી જાય એટલે ચમચી વડે ફેરવી બીજી બાજુ ચડવા દો.હવે ગોલ્ડન બા્ઉન થઈ જાય એટલે પ્લેટ મા કાઢી લો
- 6
હવે એક સવીૅંગ પ્લેટ માઅપ્પમ મુકો.ત્યાર કરી દહીંની લીલી ચટણી તેમજ ટામેટો કેચપ સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ