રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નો લોટ ચાળી ને આમ નિમક,જીરું અને ધી નું મોણ નાખો.
- 2
પછી એમાં પાણી થી રોટલી કરતાં થોડો કઠણ લોટ બાંધવો પછી એને 10 મિનિટ ઢાંકી ને મૂકી દો
- 3
10 મિનિટ પછી કુણાપ આવી જાય એટલે અને ટૂપી અને લુવા તૈયાર કરો.
- 4
પછી એની મોટી રોટલી વણો અને તેના પર ઘી અને ઘઉ નો કોરો લોટ છાંટો.
- 5
પછી અને બતાવ્યા પ્રમાણે રોલ વાળો.એક વાર રોલ વાળ્યા પછી એનો ચક્રી ની જેમ બીજી વાર રોલ વડોપછી એનું પરોઠું વણો.
- 6
આ રીતે પરોઠું વન્ય પછી લોઢી ગરમ થાય એટલે પરોઠું નાખો એક પડ ચડી જાય પછી બીજી બાજુ ફેરવી 1 ચમચા જેટલું તેલ મુકો.
- 7
આ પરોઠા ને ધીમી આંચે બ્રાઉન રંગ નું થાય ત્યાં સુધી તળો.. આમ આ તૈયાર થયેલા પરોઠા ને ચા અને સંભર્યા સાથે સર્વ કરી શકાય કરકરા નાસ્તા માં બાળકો ને પણ ભાવે..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12611384

















ટિપ્પણીઓ