મગજ
#goldenapron3
#week 18 [BESAN]
રાંધવાની સૂચનાઓ
- 1
મગજ ની લાડુડી બનાવવા માટે ધાબો દેવો ખુબ જ જરૂરી છે જો ધાબો બહુ સરસ રીતે દેવાશે તો જ મગજ ની લાડુડી થશે એટલે એ બનાવતી વખતે ખુબ જ ધ્યાન રાખવુ.
- 2
ચાલો તો શરૂઆત કરી મગજ ની લાડુડી માટે ધાબો દેવાની
- 3
ધાબો દેવા માટે માટે સૌ પ્રથમ 500 ગ્રામ બેસનનો લોટ લઇ લો.
- 4
હવે એક તપેલીમાં એક વાટકી દૂધ નાખી અને એક વાટકી ઘી નાખો
- 5
હવે દૂધ અને ઘી બંને મિક્સ કરી અને એક ઉભરો આવે તેટલું દૂધને ગરમ કરો
- 6
દૂધ અને ઘીના મિશ્રણનો ઊભરો આવી જાય પછી ગેસ બંધ કરી દો
- 7
હવે એ મિશ્રણને લોટની અંદર થોડું-થોડું કરીને નાખો અને હાથેથી મસળતા રહો.
- 8
બધુ દૂધની એકીસાથે નથી નાખી દેવાનો થોડું થોડું કરી અને લોટ માં નાખતો રહેવાનું છે
- 9
એવી રીતે ધીમે-ધીમે દૂધ અને ઘી ના મિશ્રણ નાખતા જાવ એને મસળતા રહે
- 10
જરૂર મુજબની મિશ્રણ નાખો બાકી એને સાઈડમાં રાખી દેવો.
- 11
હવે એ બધું લઈ અને ચારણીમાં નાંખી અને એને ચાળી લો
- 12
એમાં ગઠ્ઠા હોય એને દાબી અને ધીમે ધીમે બધું ચાળી લેવું
- 13
જો તમારે એને ચાળવું ના હોય તો તમે એને મિક્સર માં ક્રશ પણ કરી શકો છો.
- 14
હવે ધાબો ચાળી લીધો છે એને બે થી ત્રણ કલાક માટે સાઈડમાં રાખી દો
- 15
હવે એક જાડા તળિયાવાળા લોયુ લ્યો અને એની અંદર ઘી ગરમ કરવા મુકો.
- 16
ઘી ગરમ થઇ ગયા પછી આ ધાબો દીધો છે એ લોટને એની અંદર નાખી દો
- 17
અને ધીમે ધીમે એને લેફ્ટ રાઈટ સાઈડ એવી રીતે હલાવતા રો અને લોક શેકતા રહો ધીમા ગેસ ઉપર જ કરો
- 18
ધીમે ધીમે સેકાઈ ગયા પછી એનો કલર બદલી જશે.
- 19
અને એમાંથી ઘી છૂટું પડવા માંડશે
- 20
હવે એને પંખા નીચે ઠંડુ કરવા માટે મૂકી દો
- 21
હવે સાવ ઠંડુ થઈ જાય પછી એની અંદર દળેલી ખાંડ નાંખી દો
- 22
ખાંડને એમાં સરખી મિક્સ કરી નાખવી.
- 23
હવે હાથે નાની-નાની ગોળીઓ વાળી વાળી લો એટલે કે નાના નાના લાડુ વાળી લો
- 24
જો તમને ટાઈમ ન હોય તો એને તમે થાળીમાં પણ ઢાળી શકો છો
- 25
તૈયાર છે આપણી મગજ ની લાડુડી.
Keywords
Similar Recipes
More Recipes







































ટિપ્પણીઓ