તંદુરી વેજ.પરાઠા (Tandoori veg.paratha recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં બધા લોટ લઈ તેમાં તેલ, મીઠું, દહીં, સોડા નાખી લોટ મસળી તેમાં જરૂર મજુબ પાણી રેડી નરમ લોટ બાંધી લો,તેને 1કલાક રેહવા દો
- 2
એક કઢાઈ માં તેલ લઈ તેમાં જીરું, આદુલસણ, કાંદા નાખી સંતાળો, પછી તેમાં કેપ્સિકમ, સમારેલી કોબીજ, ફલાવર નાખી થવા દો, પછી તેમાં બાફેલા વટાણા, ગાજર, બટાકા નાખી બરાબર મિક્સ કરો હવે તેમાં મીઠું, લાલ.મરચું, લીલું મરચું, હળદર,ધાણાજીરું, કિંચન કિંગ મસાલો બરાબર હલાવી તેમાં પનીર અને લીલા ધાણા નાખી મિકસ કરો.ને તેને ઠંડુ પડવા દો.
- 3
હવે એક તવો ગરમ કરવા મુકો પછી લોટ ને બરાબર મસળી તેનો એક મોટો લુવો લેવો,તેને થોડું વણી તેમાં મિક્સ વેજ નો નાનો ગોળો બનાવી તે લોટ માં ભરી તેને હલકા હાથે વણી લેવું.
- 4
હવે તેની એક બાજુ પાણી વાળો હાથ લગાડી તે બાજુ ને તવા નાખો,પછી તે તવી ને ઊંધી વાડી તેને સીધા ફેલમ પર શેકી લો. પછી તેને સીધો કરી ગુલાબી રંગની શેકી લો
- 5
પછી તેના પર બટર લગાવી તેને દહીં અથાણું સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ (2)