દહી વડા(dahi vada recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બંને દાળને ધોઈને સવારના પલાળી દો.મેં અહીંયા મગની ફોતરાવાળી દાળ ની પસંદગી લીધી છે. તમે જો કરવા માગતા હો તો ત્રણેય ભાગ અડદની દાળ પણ લઈ શકો છો. ત્યાર પછી ત્રણ કલાક પછી તેને પીસી લો તેમાં મિક્સરમાં મરચાં અને નમક નાખી દેવું આપણે પિસવા માં પાણી નાખવાનું નથી. આ તમારું ખીરું તૈયાર હવે તેને ઢાંકીને રાખી દો ચાર કલાકનો રેસ્ટ આપવાનો છે લીલા મરચાની ગ્રીન ચટણી પણ બનાવી લેવાની છે 5:00 એટલે ખીરાને હાથેથી ડોવાનું છે નિમક ઓછું હોય તો નાખી લો. ખાવાનો સોડા પણ નાખી દો
- 2
હવે તેને સતત હલાવતા રહો ફેટતા રહો કે એમાં હવા ભરાઈ જાય ત્યાં સુધી ડોવાનું છે..ખીરામાં હવા ભરાશે એટલે ખીરું એકદમ weightless થશે અને વડુ જ્યારે પાણીમાં નાખશો ત્યારે તે અંદર સુધી પલડી જશે
- 3
આપણું ખીરું સરખી રીતે હલાવી ગયું છે કે નહીં તે જોવા માટે વાટકામાં પાણી લઈને તેમાં એક ખીરાનુ નાનું drops નાખશો તો તે drops પાણી ઉપર તરવા લાગશે એટલે તમારે માની લેવું કે આ ખીરું બરાબર તૈયાર થઈ ગયું છે હવે એક લોયામાં તેલ ગરમ મૂકીને વડા પાડી લો. વડા ફાસ ગેસે પાડીને ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી તળવા ના છે જેથી અંદર કાચા ન રહી જાય
- 4
વડા થતા જાય તેમ-તેમ તેને આપણે પાણીમાં ડુબાડવા ના છે અને તે પાણીમાં એક ચમચી નમક નાખવાનું છે.જેથી થોડી ખારાશ વડામાં એડ થઈ જાય કે જ્યારે આપણે દહી વડા કરીએ ત્યારે તે મોળા ના લાગે. એક લોઢીમાં ત્રણ ચમચી જીરુ શેકી ને ઠંડુ થવા માટે મૂકી દો
- 5
ઠંડું થઈ જાય એટલે મિક્સરમાં તેનો પાવડર કરીને રાખી દો આ આપણા દહીં વડાની મેઈન ફ્લેવર છે આખું જીરું.. વડાને બે કલાક પાણીમાં પલળી ગયા પછી તે આવા પોચા થઇ જશે.આપણા હથેળીમાં લઈને દબાવીને પાણી નિતારી લેવાનું છે
- 6
બધા વડા માંથી પાણી નિતારી લો અને દહી વડાની ડેકોરેશન ની પ્લેટ તૈયાર કરી લો. દહીંમાં ૧ વાટકો ખાંડ નાંખીને સરખી રીતે હલાવશો એટલે ખાંડ ઓગળી જશે આમાં આપણે મીઠું દહીં વાપરવાનું છે
- 7
વડા સર્વિસ પ્લેટમાં મૂકી તેના ઉપર દહીં ત્યાર પછી green chutney,, ગોળનું પાણી
- 8
અને લાલ ચટણી, થી ડેકોરેશન કરો અને ઉપર બધો મસાલો છાંટી દો. આને ધાણાભાજી થી સજાવીને સર્વ કરો
- 9
આ તૈયાર છે તમારા દહી વડા
Keywords
Similar Recipes
More Recipes





























ટિપ્પણીઓ (6)