ઘઉં નો લોટ રવા ના લાડવા  (wheat flour and sooji laddu recipe in gujarati)

Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો ઘઉં કર્કરો લોટ
  2. 1 નાની વાટકીરવો (સુજી)
  3. 1 વાટકીદળેલી ખાંડ
  4. 1 વાટકીગોળ
  5. 500 ગ્રામઘી
  6. 1 ચમચીજાયફળ પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં બધી સામગ્રી તૈયાર કરી લો અને પછી ઘઉં નો કરકરો લોટ રવો (સુજી) માં બે ચમચા ઘી નાખી બરાબર મિક્સ કરવું એક ગ્લાસ પાણી ગરમ કરી મિક્સ કરેલા મોણ વાળા લોટ મા જરૂર પ્રમાણે ઉમેરતા જાઓ અને કડક લોટ બાંધી લો લોટ માંથી મુઠ્ઠી માં ભરી શકાય એટલો લોટ લઈ મુઠીયા વાળી લેવા

  2. 2

    એક કડાઈ માં અડધું ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં મુઠીયા તળી લેવા મુઠીયા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો અને પછી બાર કાઢી કટકા કરી ઠંડા થવા દેવા

  3. 3

    આ મુઠીયા ના કટકા મિક્સર જારમાં લઈ પીસી લો કરકરો રહે ત્યાં સુધી જ પિસ્વું અને પછી ચારની ચાળી લો ત્યાર બાદ

  4. 4

    મિક્સર જારમાં ખાંડ નાખી બારીક પીસી લેવી અને તૈયાર કરવામાં આવેલા લાડવા ના ભૂકા માં નાખી બરાબર મિક્સ કરો જાયફળ પાવડર નાખી બરાબર મિક્સ કરવું એક કડાઈ માં બાકી રહેલ ઘી મા ગોળ નાખી ગરમ કરવા મૂકવું અને હલાવતા રહેવું જ્યાં સુધી એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહેવું ઘી મા બબલ્સ આવે ત્યારે નીચે ઉતારી એક મિનિટ સુધી હલાવતા રહેવું અને

  5. 5

    પછી તૈયાર કરવામાં આવેલા લાડવા ના ભૂકા માં નાખી બરાબર મિક્સ કરો લાડવા વાળી લો અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
પર

Similar Recipes