ખસખસ અને તલની ગ્રેવીમાં ડૂબેલા આલુ કોફતા (Alu Kofta Recipe In Gujarati)

ખસખસ અને તલની ગ્રેવીમાં ડૂબેલા આલુ કોફતા (Alu Kofta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખસખસ અને તલને મિક્ષ્ચરમાં એકસાથે ગ્રાઇન્ડ કરી લેવા
- 2
ત્યારબાદ એક તવલામાં માપ પ્રમાણે તેલ મૂકો અને તેમાં તજ અને કાંદા નો વઘાર કરો ત્યારબાદ તેમા પીસેલું ખસખસ અને તલ નાખી દો અને તેલમાં ધીમે ધીમે સોતડો
- 3
પછી તેમાં માપ પ્રમાણે બધો મસાલો કરી લો અને સરખી રીતે હલાવી અને ઉપરથી પાણી નાખો અને ગ્રેવી ને થોડી વાર ગરમ થવા દો તેલ ઉપર આવી જાય ત્યાં સુધી ગૃએવી ગરમ કરો
- 4
ત્યારબાદ બાફેલા બટાકાને છુંદીને તેમા તપકીરનો લોટ અને જરૂર પ્રમાણે નમક નાખી દો
- 5
બટાકાનો માવો તૈયાર થઇ જાય એટલે તેના નાના નાના લૂઆ લઇ અને તેને મુઠીયા ની જેમ વાળો પણ તેમાં આંગળી નહી ભરાવાની
- 6
આવી રીતે બધા કોફતા વાળી અને તેને તેલમાં મીડીયમ ઉપર તળી લો
- 7
ત્યારબાદ ગાર્નિશીંગ માટે એક વાટકીમાં થોડું દહીં લઈ તેમાં નમક નાખી અને દહીં ચટણી તૈયાર કરો
- 8
તો આ રીતે તૈયાર છે ગરમા ગરમ કોફતા ખાસ અને તાલની ગ્રેવી સાથે
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (8)