હેલ્ધી આલુ ચાટ (Healthy Alu Chat Recipe in Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
શેર કરો

ઘટકો

એક કલાક 30 મિનિ
પાંચ વ્યક્તિ
  1. આલુના ચાટ બાસ્કેટ બનાવવા માટે*
  2. ૧ કપરવો
  3. 2મીડિયમ સાઇઝના બટાકા
  4. 1 ટેબલ સ્પૂનછીણેલું પનીર
  5. 2 ટેબલ સ્પૂનદેશી ઘી
  6. આલુ બાસ્કેટ તળવા માટે તેલ
  7. મીઠું ‌ જરૂરિયાત પ્રમાણે
  8. ૧/૨ ટીસ્પૂનચીલી ફ્લેક્સ
  9. ૪-૫ લસણની કળી
  10. ૧/૪ ટીસ્પૂનફુદીના પાઉડર
  11. 1ઝીણું સમારેલું મરચું
  12. 1 ટેબલ સ્પૂનકોર્ન ફ્લોર
  13. કટોરીમનગમતી શેઈપવાળી
  14. આલુ ચાટ મસાલા માટે*
  15. ૧/૪ કપફણગાવેલા મગ
  16. ૧/૪ કપફણગાવેલા વટાણા
  17. ૧/૪ કપફણગાવેલા ચોળા
  18. ૧/૨ ટીસ્પૂનફણગાવેલ મઠ
  19. ૧/૪ કપઝીણા સમારેલા કેપ્સીકમ
  20. ૧/૪ કપદાડમના દાણા
  21. ૧/૪ કપઝીણા સમારેલા ટામેટાં
  22. ૧/૪ કપબાફેલા કોર્ન
  23. ૧/૪ કપઝીણી સમારેલી ડુંગળી
  24. ૧/૨ કપચણાના લોટની પાતળી સેવ
  25. ૧/૪ કપઝીણી સમારેલી કાકડી
  26. મીઠું સ્વાદ અનુસાર
  27. ૧/૪ ટીસ્પૂનઆમચૂર પાઉડર
  28. ૧/૨ ટીસ્પૂનચાટ મસાલા
  29. ૧/૪ ટીસ્પૂનલાલ મરચાં પાઉડર
  30. ૧/૪ ટીસ્પૂનજીરા પાઉડર
  31. ૧/૪ ટીસ્પૂનસંચળ
  32. ૧ ટેબલ સ્પૂનઝીણા સમારેલા ધાણા
  33. ગ્રીન ચટણી માટેની સામગ્રી*
  34. સો ગ્રામ લીલા ધાણા
  35. ૩-૪ નંગ લીલા મરચાં
  36. ૫-૭ નંગ મીઠી લીમડી ના પત્તા
  37. થી ૧૦ નંગ ફુદીનાના પાન
  38. ૧ ટેબલ સ્પૂનસીંગદાણા
  39. ૧ ટેબલ સ્પૂનચણાના લોટની સેવ
  40. 1નાનો આદુનો ટુકડો
  41. મીઠું જરૂરિયાત પ્રમાણે
  42. ૧ ટી સ્પૂનખાંડ
  43. ૧ નંગલીંબુ

રાંધવાની સૂચનાઓ

એક કલાક 30 મિનિ
  1. 1

    પૂર્વ તૈયારી: વટાણા,મગ, ચોળા અને મઠ 10 કલાક માટે પલાળી અને ફણગાવવાની પ્રોસેસ કરવી. ચાટ બાસ્કેટ બનાવવા માટે સૌપ્રથમ રવો, બાફેલા બટાકા નો માવો,મીઠું, ચીલી ફ્લેક્સ, ફુદીના પાઉડર, બારીક કાપેલા લીલા મરચાં, છીણેલું પનીર, છીણેલું લસણ તૈયાર કરી લેવા. રવાને મિક્સરમાં પીસી લેવો. ઘઉંના કરકરા લોટ જેવો પીસવો.

  2. 2

    હવે નોનસ્ટીક પેનમાં ઘી નાખો. ગરમ થાય એટલે છીણેલું લસણ નાખવું. લસણ બરાબર સાંતળી લેવું. ત્યારબાદ તેમાં જેટલો રવો લીધો છે એટલું જ પાણી રેડવું. એક કપ પાણી રેડવું. બરાબર ઊકળે એટલે તેમાં મીઠું તથા chili flakes નાખવાં.

  3. 3

    ચીલી ફ્લેક્સ નાખ્યા પછી બે મિનીટ બાદ રવો નાંખી બરાબર હલાવવું. ફરીથી પાંચ મિનિટ સુધી રવાને બરાબર હલાવો. જેથી રવો કુક થઈ જાય. હવે તેમાં બાફેલા બટાકાનો માવો ઉમેરો અને બરાબર હલાવતાં રહેવું. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આ મિશ્રણને એક થાળીમાં કાઢી ઠંડું થવા દેવું. તેમાં છીણેલું પનીર, ઝીણા સમારેલા મરચાં, તથા ફુદીના પાઉડર એડ કરી દેવાં.

  4. 4

    છેલ્લે આ મિશ્રણમાં ધાણા તથા કોર્ન ફ્લોર ઉમેરવા.હવે આ મિશ્રણને રોટલીના લોટની જેમ ખૂબ સોફ્ટ સ્મુધ કરવો. તેમાંથી નાના ગોળા વાળી મનપસંદ આકાર વાળી કટોરી લઈ તેમાં આ ગોળો મૂકી અને બરાબર દબાવી ને સેટ કરવો.

  5. 5

    હવે એક પેનમાં તળવા માટે તેલ મૂકી તેલ ગરમ થાય એટલે આ રીતે તૈયાર કરેલી કટોરીઓ તળી લેવી. લાઈટ બ્રાઉન કલરની તથા ક્રિસ્પી તળવી.

  6. 6

    હવે આલુ બાસ્કેટ માટે તમામ સામગ્રી તૈયાર કરવી. ફણગાવેલા વટાણા,ચોળા,તથા મઠને ને ગેસ ઉપર પાંચ મિનિટ માટે ઉકળતાં પાણીમાં રાખવા પછી ચાળણી માં કાઢી કોરા કરી લેવા. મગને બાફવાની જરૂર નથી

  7. 7

    ઉપર દર્શાવેલ તમામ સામગ્રી એક બાઉલમાં મિક્સ કરી તેમાં મીઠું,ચાટ મસાલો,લાલ મરચાં પાઉડર, જીરા પાઉડર,આમચૂર પાઉડર,સંચળ, લીલા ધાણા એડ કરી લેવા. રંગબેરંગી મિશ્રણ તૈયાર થઇ જશે. આલુ ચાટ બાસ્કેટ માં આ બધી જ સામગ્રી ભરી અને તૈયાર કરવા. આ હેલ્ધી આલુ ચાટ ગ્રીન ચટણી તથા ટોમેટો કેચપ સાથે ટેસ્ટી લાગે છે.

  8. 8

    ગ્રીન ચટણી બનાવવા માટે દર્શાવેલ તમામ સામગ્રી લઈ મિક્સરમાં તૈયાર કરવી. ચટણીમાં ચણાના લોટની સેવ નાખવાથી ચટણીનો કલર એકદમ ગ્રીન આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes