વેજ પુલાવ (Veg Pulao recipe in Gujarati)

#goldenapron3
#week -20
#Pulao
વેજ પુલાવ રોજિંદો બનતો પુલાવ છે જે દરેક ના ઘર માં બનતો હોય છે જે કઢી સાથે ખુબજ સારો લાગે છે અને ખડા મસાલા ના ફ્લેવર થી ભરપૂર હોય છે
વેજ પુલાવ (Veg Pulao recipe in Gujarati)
#goldenapron3
#week -20
#Pulao
વેજ પુલાવ રોજિંદો બનતો પુલાવ છે જે દરેક ના ઘર માં બનતો હોય છે જે કઢી સાથે ખુબજ સારો લાગે છે અને ખડા મસાલા ના ફ્લેવર થી ભરપૂર હોય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા ચોખાને ધોઈ ને પાણીમાં પલાળીને 20 મિનિટ માટે રાખી દો
- 2
એક કુકર ને ગરમ કરો તેમાં 2 ચમચી ઘી નાખો ઘી ગરમ થાય એટલે જીરું ને બાકીના આખા મસાલા કાજુ નાખીને ધીમા તાપે સેકી લો મસાલા ની સુગંધ આવે અને જીરું તતડી જાય એટલે એમાં ડુંગળી નાખો અને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો
- 3
ડુંગળી ગુલાબી થાય એટલે એમાં સમારેલા ગાજર ને કેપ્સિકમ વટાણા નાખીને 2 મિનિટ માટે સોતે કરી લો ત્યારબાદ તેમાં પલાળીને રાખેલા ચોખા નિતારી ને નાખો અને ચોખા ને હલકા હાથે મિક્સ કરીને 2 મિનિટ માટે સોતે કરી લો
- 4
ચોખા સરસ સોતે થઇ જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું ne ગરમ મસાલો નાખીને મિક્સ કરી 1 ગ્લાસ પાણી નાખી એ કુકર નું ઢાંકણું બન્ધ કરીને. મીડીયમ ફ્લેમ પર 1 સીટી મારી ને રાંધી લો..
- 5
કુકર ને જાતે ઠંડુ થવા દો તો તૈયાર છે ગરમાં ગરમ વેજ પુલાવ જેને કઢી સાથે સર્વ કરો..
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ (3)