આલુ પેટીસ (Alu Patties Recipe In Gujarati)

Rashmi Pithadia
Rashmi Pithadia @cook_20765378
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪બટાકા
  2. ૩ચમચી મગફળીનો ભૂકો
  3. ૨ ચમચીનારિયેળ ભૂકો
  4. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. ૨ચમચી લીલી ચટણી
  6. ૨ ચમચીમીઠું
  7. ૧ ચમચીગરમ મસાલો
  8. ૧ચમચી લીંબુનો રસ
  9. ૨ચમચી બુરું ખાંડ
  10. ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાટાને ધોઈને સાફ કરી લો પછી છાલ ઉતારી કુકરમાં પણી નાખીને બાફી લો હવે કુકરમાંથી પાણી નીતારીને એક ડીશમા કાઢી લો.

  2. 2

    ત્યારબાદ બટાકાનો માવો તૈયાર કરી તેમાં મીઠું ખાંડ, મગફળીનો ભુક્કો, નારીયેળનો ભુક્કો, આદુ મરચાની પેસ્ટ, લીલી ચટણી, લીંબુનો રસ ગરમ મસાલો,ધાણાભાજી બધુ નાખીને બરાબર મિક્સ કરો.

  3. 3

    ત્યારબાદ તેના બોલ વાળી લો બોલ વળાય ગયા પછી તેને આરા લોટમાં રગદોળી લો આમ બધાં બોલ બનાવી લો

  4. 4

    હવે એક બાઉલમાં તેલ લો બ્રાઉન થાય ત્યાં સુધી બોલને તળી લો થઈ ગયા પછી તેને એક ડિશમાં કાઢી લો હવે ગ્રીન ચટણી માટે ધાણાભાજી મરચું મગફળીનો ભૂકો મીઠું ખાંડ લીંબુ બધું મિક્સ કરો.

  5. 5

    હવે મિક્સરમાં નાખીને ક્રશ કરો તો તૈયાર છે ગ્રીન ચટણી હવે બે બટેટા લઈને તેની છાલ ઉતારી લાંબા પીસ કરો.

  6. 6

    ત્યારબાદ એક લોયા માં તેલ મૂકી ને તેમાં ચીપ્સ કરવા માટે નાખી દો થોડી બ્રાઉન થાય એટલે તેને બહાર કાઢી લો તૈયાર છે ફિંગર ચિપ્સ. હવે એક બાઉલમાં ખજૂર અને આંબલી લો તેમા પાણી નાખીને ગેસ પર ગરમ કરો 15 મિનિટ સુધી ચડવા દો પછી નીચે ઉતારી ને બ્લેન્ડર થી ક્રશ કરો હવે તેમાં થોડો ગોળ ચટણી મીઠું ધાણાજીરૂ થોડો ગરમ મસાલો નાખીને મિક્સ કરો

  7. 7

    તો તૈયાર છે રેડી ચટણી હવે બાઉલમાં ફિંગર ચિપ્સ સાથે ડેકોરેટ કરીને રેડ અને ગ્રીન ચટણી સાથે આલુ બોલ સર્વ કરો. અને આ બોલ તમે અલગથી પણ કરી શકો છો બટેટાનો માવો તૈયાર કરી મગફળીના અને નારિયેલ ભુક્કામા બધો મસાલો કરીને બટેટાની થેપલી કરીને તેમાં ભરીને તેનો બોલ વાળી આરા લોટમાં રગદોળીને તળી લો આ રીતે પણ તમે પેટીસ કરી શકો છો તેને દહીંમાં મસાલો કરીને તેની ચટણી બનાવીને તેની સાથે ખાવાથી પણ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Pithadia
Rashmi Pithadia @cook_20765378
પર

Similar Recipes