કેરલ કડલા કરી (Kerala Kadla curry in Gujarati)

#વિકમીલ૧
કેરલ માં, કાળા ચણા ને કડલા કહેવાય છે. આ કડલા કરી બઉ સ્વાદીષ્ટ અને તીખી બંને છે.જેને ચોખા ના લોટ થી બનેલા પુટટુ સાથે ખાવામાં આવેલ છે.
કેરલ કડલા કરી (Kerala Kadla curry in Gujarati)
#વિકમીલ૧
કેરલ માં, કાળા ચણા ને કડલા કહેવાય છે. આ કડલા કરી બઉ સ્વાદીષ્ટ અને તીખી બંને છે.જેને ચોખા ના લોટ થી બનેલા પુટટુ સાથે ખાવામાં આવેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ, એક કુકર માં ૮-૧૦ કલાક પલાળેલા ચણા, નાખી સાથે મીઠું અને આદુ નો ટુકડો નાખી ૫-૭ સીટી મારો.
- 2
એક કઢાઈમાં, ૧ ચમચી તેલ ગરમ કરી, કાંદા સાંતળો, સાથે ધાળા, સુકા લાલ મરચા, લસણ, નારીયેળ બધું બરાબર શેકો.ગેસ બંધ કરો.
- 3
કુકર ઠંડું થાય, એટલે એક મુઠ્ઠી બાફેલા ચણા મીકસર માં પીસી લો.
- 4
કાંદા નું વાટણ ઠંડુ થવા આવે એટલે એને સાંભાર મસાલા અને લાલ મરચું પાઉડર સાથે થોડું થોડું પાણી નાખી પેસ્ટ બનાવી લો.
- 5
ફરીથી કઢાઈમાં તેલ ગરમ કરી, તેમા હિંગ અને લીલા લીમડાના પાન ઉમેરો.પછી, પીસેલી પેસ્ટ શેકો. વાટેલા ચણા અને પાણી નાખી, ગ્રેવી કુક થવા દો.
- 6
ગ્રેવી બરાબર કુક થઈ જાય, એટલે બાફેલા ચણા નાખી દો.આંબલી નો પ્લપ નાખી, સ્વાદ અનુસાર મીઠું નાખી દો.
- 7
તૈયાર છે, કેરલા સ્ટાઈલ તીખી સ્વાદિષ્ટ કડલા કરી, જેને સર્વ કરો પુટટુ,પપડમ અને અડગઈ ના અથાણા સાથે.
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (2)