બટર પાઉભાજી(butter pav bhaji in Gujarati)

બટર પાઉભાજી(butter pav bhaji in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કૂકરમા રીંગણ, બટાકા, શક્કરીયા, ફણસી, ગુવાર, બીટ, ફલાવર, કોબીજ ને મોટા ટુકડા કરી બાફી લો,
કાંદા, કેપસિકમ ને ઝીણાં સમારી લો, ટામેટાં ની ગ્રેવી બનાવી લો, લસણ, આદું, લીલા મરચાં ને પેસ્ટ બનાવી લો, વટાણા અલગથી ઉકાળીને બાફી લેવા, જેથી લીલો રંગ રહે, - 2
એક પેનમાં 3 ચમચી બટર લો, જીરુ, રાઈ લો, તટડે એટલે હિંગ ઉમેરો તરત કાંદા ઉમેરો, સાથે આદું, મરચાં, લસણની પેસ્ટ ઉમેરો, 10 મિનિટ બરાબર ચઢાવો, પછી કેપસિકમ ઉમેરો, સાતળો, ટામેટાં ની ગ્રેવી ઉમેરો સાથે પાઉભાજી મસાલો,કીચન કિંગ મસાલો, ધાણાજીરું, લાલ મરચું પાઉડર, હળદર, કઢી લીમડા પાન ઝીણાં કાપીને ઉમેરો, થવા દો 5 મિનિટ બટર છુટુ પડે એટલે બાફેલા શાકભાજી પાણી કાઢીને પેનમાં ઉમેરો, પછી આટી લો બરાબર આટવુ, વટાણા ઉમેરો, એકરસ થાય ત્યાંસુધી ત્યારબાદ કોથમીર ઉમેરો, મીઠું ઉમેરો બરાબર હલાવીને મિક્સ કરો
- 3
ઢાંકણ ઢાંકી ને થવા દો, પાંચ મીનિટ પછી ખાંડ ઉમેરો, લીબું નીચોવી લો,પછી ઢાંકણ ઢાંકી દો, પાઉને વચ્ચેથી કાપીને એના ઊપર બટર લગાવી ને શેકી લો, પછી પીરસો ત્યારે કાંદા ને લીંબુ સાથે પીરસો, ઉપરથી બટર સાથે પીરસવુ.
Keywords
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ (3)