બટર પાઉભાજી(butter pav bhaji in Gujarati)

Nidhi Desai
Nidhi Desai @ND20
Pune

#માઇઇબુક #પોસ્ટ૧૮ પાઉભાજી વષૉથી બધા બનાવતા આવ્યા ઘણી બધી રીતે બને અને ઘણા બધા શાકભાજી વડે બનતી હોવાથી હેલ્ધી શાક પણ છે, હુ જે શાકભાજી ગમતા ન હોય, એવા શાકભાજી ઉમેરી ને પાઉભાજી બનાવુ જેથી ન ભાવતા વેજ પણ ખાઈ શકાય

બટર પાઉભાજી(butter pav bhaji in Gujarati)

#માઇઇબુક #પોસ્ટ૧૮ પાઉભાજી વષૉથી બધા બનાવતા આવ્યા ઘણી બધી રીતે બને અને ઘણા બધા શાકભાજી વડે બનતી હોવાથી હેલ્ધી શાક પણ છે, હુ જે શાકભાજી ગમતા ન હોય, એવા શાકભાજી ઉમેરી ને પાઉભાજી બનાવુ જેથી ન ભાવતા વેજ પણ ખાઈ શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

તૈયારી માટે 45 મિનિટ, બનાવવા માટે 45 મિનિટ
3-4 વ્યક્તિ માટે
  1. 2 નંગબટાકા
  2. 1 નંગશક્કરીયા
  3. 2 નંગરીંગણ
  4. 1 નંગબીટ
  5. 1 નંગલસણ
  6. 2 નંગલીલા મરચાં
  7. 1મોટો ટુકડો આદું
  8. 2 નંગટામેટાં
  9. 3 નંગકાંદા
  10. 1 નંગકેપસિકમ
  11. 50 ગ્રામગુવારસીન્ગ
  12. 100 ગ્રામવટાણા
  13. 50 ગ્રામફણસી
  14. 2 નંગલીંબુ
  15. 100 ગ્રામકોબીજ
  16. 100 ગ્રામફ્લાવર
  17. 100 ગ્રામબટર
  18. 100 ગ્રામકોથમીર
  19. 5-6કઢી લીમડાના પાન
  20. 3 ચમચીપાઉભાજી મસાલો
  21. 2 ચમચીકીચન કિંગ મસાલો
  22. 2 ચમચીધાણાજીરું
  23. 2 ચમચીલાલ મરચું પાઉડર
  24. 1 ચમચીહળદર
  25. 1 ચમચીહિંગ
  26. 2 ચમચીરાઈ
  27. 2 ચમચીજીરુ
  28. 6 નંગપાઉ
  29. મીઠું સ્વાદ અનુસાર
  30. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

તૈયારી માટે 45 મિનિટ, બનાવવા માટે 45 મિનિટ
  1. 1

    એક કૂકરમા રીંગણ, બટાકા, શક્કરીયા, ફણસી, ગુવાર, બીટ, ફલાવર, કોબીજ ને મોટા ટુકડા કરી બાફી લો,
    કાંદા, કેપસિકમ ને ઝીણાં સમારી લો, ટામેટાં ની ગ્રેવી બનાવી લો, લસણ, આદું, લીલા મરચાં ને પેસ્ટ બનાવી લો, વટાણા અલગથી ઉકાળીને બાફી લેવા, જેથી લીલો રંગ રહે,

  2. 2

    એક પેનમાં 3 ચમચી બટર લો, જીરુ, રાઈ લો, તટડે એટલે હિંગ ઉમેરો તરત કાંદા ઉમેરો, સાથે આદું, મરચાં, લસણની પેસ્ટ ઉમેરો, 10 મિનિટ બરાબર ચઢાવો, પછી કેપસિકમ ઉમેરો, સાતળો, ટામેટાં ની ગ્રેવી ઉમેરો સાથે પાઉભાજી મસાલો,કીચન કિંગ મસાલો, ધાણાજીરું, લાલ મરચું પાઉડર, હળદર, કઢી લીમડા પાન ઝીણાં કાપીને ઉમેરો, થવા દો 5 મિનિટ બટર છુટુ પડે એટલે બાફેલા શાકભાજી પાણી કાઢીને પેનમાં ઉમેરો, પછી આટી લો બરાબર આટવુ, વટાણા ઉમેરો, એકરસ થાય ત્યાંસુધી ત્યારબાદ કોથમીર ઉમેરો, મીઠું ઉમેરો બરાબર હલાવીને મિક્સ કરો

  3. 3

    ઢાંકણ ઢાંકી ને થવા દો, પાંચ મીનિટ પછી ખાંડ ઉમેરો, લીબું નીચોવી લો,પછી ઢાંકણ ઢાંકી દો, પાઉને વચ્ચેથી કાપીને એના ઊપર બટર લગાવી ને શેકી લો, પછી પીરસો ત્યારે કાંદા ને લીંબુ સાથે પીરસો, ઉપરથી બટર સાથે પીરસવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Desai
પર
Pune
Don't stop yourself to experiments in foods,, Try all time something new and create new Dishes 😊😋
વધુ વાંચો

Similar Recipes